Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે મહિલા તાલીમ અને શિબીર યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે મહિલા તાલીમ અને શિબીર યોજાઇ

  February 3,2020

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો લક્ષી વિવિધ કાર્યક્રમો યોજી ખેડૂતોને ખેતી/પશુપાલન અને બાગાયત વિષે માહિતગાર કરવામાં આવે છે ત્યારે સ.દાં.કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી “હોલીસ્ટીક એપ્રોચ ઓફ એગ્રીકલ્ચરલ ડેવલોપમેન્ટ થ્રૂ એડોપ્ટેડ વીલેજીસ ઇન નોર્થ ગુજરાત” યોજના અંતર્ગત મેહસાણા જીલ્લાના લીંચ ગામની મહિલાઓને “કિચન ગાર્ડનીગ” ના વિષય પર મહીલા તાલીમ અને શિબિરનું તા.૦૩/૦૨/૨૦૨૦ ના રોજ આયોજન કરાયું હતું. જેમાં અંદાજિત ૪૦ મહિલાઓએ લાભ લીધો હતો. આ તાલીમ વર્ગમાં કિચન ગાર્ડનીગનું મહત્વ અને તેની ઉપયોગીતા,શાકભાજી-ધરું ઉછેરની પદ્ધતિઓ,કિચન ગાર્ડનમાં શાકભાજી પાકોમાં આવતા રોગ-જીવાતો અને તેમનું નિયંત્રણ,કિચન ગાર્ડનમાં સંકલિત પોષણ વ્યવસ્થા અને નર્સરી તેમજ બાગાયત વિભાગની મુલાકાત વગેરે વિષયો પર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સમજ આપવામાં આવી.