Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા માતૃભાષા પ્રત્યે આદર કેળવાય અને માતૃભાષાનું મહત્વ સમજાય તે હેતુંથી ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” ની ઉજવણી કરવામાં આવેલ. સદર પ્રસંગમાં આચાર્યશ્રી, પ્રાધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધેલ. સદર પ્રસંગમાં આચાર્યશ્રી ડૉ. જી. કે. સક્સેના દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન આપવામાં આવેલ. જેમાં તેઓશ્રીએ માતૃભાષા પર પ્રભુત્વ મેળવવા તેમજ માતૃભાષાનો શબ્દભંડોળમાં વધારો કરવા જણાવેલ. સદર ઉજવણીના ભાગરૂપે અત્રેની કોલેજ ખાતે ડીબેટ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન તેમજ માતૃભાષા આધારિત વિવિધ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ. તદ્દઉપરાંત માતૃભાષાનું મહત્વ સમજાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવેલ. સદર કાર્યક્રમમાં વેટરીનરી પોલીટેકનીકના આચાર્યશ્રી ડૉ. એ. એસ. શેખ, પ્રાધ્યાપકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધેલ. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન આચાર્યશ્રીની રાહબરી હેઠળ ડૉ. ડી. બી. પટેલ (એન.એસ.એસ.ઇન્ચાર્જ), જે. આર. સામરીયા(એન.સી.સી. ઇન્ચાર્જ) તેમજ મહાવિદ્યાલયની ટીમ દ્વારાકરવામાં આવેલ.
Tags : ,
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU