Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે” ની ઉજવણી

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે” ની ઉજવણી

  March 3,2020

કોલેજ ઓફ રીન્યુવેબલ એનર્જી એન્ડ એન્વાયરમેંટલ એંજીનીયરીંગ ખાતે વન્ય જીવો તેમજ જંગલોના રક્ષણ અને તેમના પ્રત્યે આત્મીયતા કેળવાય તે હેતુસર તા.૦૩/૦૩/૨૦૨૦ ના રોજ જન-જાગૃતિ માટે “વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે”” ની ઉજવણી કરવામાંઆવેલ. સદર ઉજવણીના ભાગરૂપે અત્રેની મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને ટ્રેકીંગ માટે જૈસોર રીંછ અભયારણ્ય, ઇકબાલગઢ, જી. બનાસકાંઠા ખાતે લઇ ગયેલ. ટ્રેકીંગ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓ, સરીસૃપ, વન્ય પ્રાણીઓ વગેરે વિશે માહિતગાર કરેલ તેમજ જૈવ વિવિધતાનુમહત્વ સમજાવેલ.

 રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ટ્રેકીંગના માર્ગમા તેમજ વન- વિસ્તારની આસપાસ પ્રવાસીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્લાસ્ટીક તેમજ થર્મોકોલના કચરાનો નિકાલ કરી સફાઈ અભિયાન પણ હાથ ધરેલ. વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓને જૈસોર વન વિભાગ દ્વારા બિરદાવવામા આવેલ. સંપૂર્ણ કાર્યક્રમનુ સંચાલન આચાર્યશ્રી, ડો. જી. કે. સકસેના ની રાહબરી હેઠળ ડો. ડી. બી. પટેલ, એન.એસ.એસ. ઇન્ચાર્જ, શ્રી. જે. આર. સામરીયા, શ્રી. પી. ડી. ચાવડા અને શ્રી. પી. એમ. પટેલ દ્વારા કરવામાં આવેલ.