Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / બનાસકાંઠા એન. એસ. એસ. યુનિટ દ્વારા આજે પાલનપુર શહેરમાં જુદી જુદી જગ્યાએ ૫૦૦થી વધુ માસ્ક વિતરણનો કાર્યક્રમ

બનાસકાંઠા એન. એસ. એસ. યુનિટ દ્વારા આજે પાલનપુર શહેરમાં જુદી જુદી જગ્યાએ ૫૦૦થી વધુ માસ્ક વિતરણનો કાર્યક્રમ

  April 20,2020

બનાસકાંઠા એન. એસ. એસ. યુનિટ દ્વારા આજે પાલનપુર શહેરમાં જુદી જુદી જગ્યાએ ૫૦૦થી વધુ માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો પ્રારંભ હાઇવે ચાર રસ્તા,એરોમાં સર્કલ ખાતેથી કરવામાં આવેલ. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલ અને બનાસકાંઠા જિલ્લાના ડી.વાય.એસ.પી. શ્રી આર. કે. પટેલ દ્વારા હાઇવે ખાતે જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિતરણ કરી પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લાના એન.એસ.એસ. કોર્ડિનેટરશ્રી ડૉ. કે. પી. ઠાકર તથા વિવિધ કોલેજના એન.એસ. એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ દ્વારા બેચરપૂરા અને લક્ષ્મીપુરા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિતરણ કરવામાં આવેલ હતાં. બનાસકાંઠા એન.એસ.એસ. યુનિટ દ્વારા કોવિડ-૧૯ મહામારી અંગે સોશિયલ મીડિયા દ્વારા ટ્રેનીંગ આપવી,બેન્કો,પોસ્ટ ઓફિસ,એ.પી.એમ.સી જેવા જાહેર સ્થળોએ એન.એસ.એસ. યુનિટના સ્વયં સેવકો દ્વારા સોશિયલ ડિસ્ટન્શિંગ જાળવવાને કામગીરી તેમજ જરૂરિયાત મંદને ભોજન પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત લોકોને આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અને IGOTમાં રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી કરાવવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ બનાસકાંઠાના એન.એસ.એસ. કોર્ડિનેટરશ્રી ડૉ. કે. પી. ઠાકરના માર્ગદર્શન હેઠળ સરદારકૃષિનગર  દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિવિધ મહાવિધાલય અને પોલિટેકનિક,ગર્વમેન્ટ પોલિટેક્નિક,ગર્વમેન્ટ એન્જિ. કોલેજ,પાલનપુર,જી.ડી. મોદી કોલેજના પ્રોગ્રામ ઓફિસરશ્રી અને તેમના સ્વયં સેવકોએ ઉત્સાભેર  ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ ડૉ. એસ. પી. પંડ્યા,શ્રી યસ પઢિયાર,શ્રી ચેતન પ્રજાપતિ,શ્રી પ્રશાંત ભાવસાર,ડૉ. જગદીશ ચૌધરી,ડૉ. એમ.એ. તુંવર,શ્રી વર્ષત રાજેશકુમાર પ્રોગ્રામ ઓફિસરશ્રીઓના સહકારથી સફળ થયેલ હતો.