Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા વર્ચ્યુઅલ ટુરનું આયોજન કરવામાં આવ્યું

કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા વર્ચ્યુઅલ ટુરનું આયોજન કરવામાં આવ્યું

  April 23,2020
હાલના કટોકટીના સમયમાં સંપૂર્ણ વિશ્વ કોરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યું છે અને આપણા ભારત દેશમાં લોકડાઉન છે તેવા સમયમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને લોકડાઉનના સમયનો સદુપયોગ થઇ શકે તે હેતુથી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જુદા – જુદા માધ્યમ થકી ઓન-લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ઇજનેરીને લગતા અભ્યાસક્રમોમાં થીયરી ક્લાસની સાથે પ્રયોગિક અભ્યાસક્રમ અને ઔદ્યોગિક એકમોની મુલાકાત પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેથી વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયોનું પાયાનું જ્ઞાન મળી રહે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કોઈ ક્ષતિ ન રહે તે હેતુસર કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા નવીન અભિગમ અપનાવવામાં આવેલ છે. જેમાં મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક શ્રી જે. આર. સામરિયા દ્વારા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ખાતેના ડેરી પ્લાન્ટની વર્ચ્યુઅલ મુલાકાતનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરે રહીને ટેકનોલોજીના માધ્યમ થકી પ્લાન્ટની મુલાકાત લીધેલ. મુલાકાત દરમિયાન ડેરીપ્લાન્ટ ઓપરેશનના વડાશ્રી ડૉ. જી. ગોપીક્રિષ્નાએ વિદ્યાર્થીઓને ડેરી પ્લાન્ટના વિવિધ ઓપરશનથી માહિતગાર કરેલ. વિદ્યાર્થીઓએ મિલ્ક પ્રોસેસિંગ, ઘી બનાવવાની પ્રક્રિયા, આઈસ-ક્રીમ ફીલિંગ પ્રોસેસ વગેરેની માહિતી મેળવેલ હતી. ડૉ. જી. ગોપીક્રિષ્નાએ ડેરી પ્લાન્ટમાં રાખવામાં આવતી સ્વચ્છતા અને સેનીટાઈઝેશન વિષે પણ માહિતગાર કરેલ. સદર વર્ચ્યુઅલ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ અનેરો ઉત્સાહ દાખવેલ. મહાવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ આવી અલગ જ પ્રકારની મુલાકાતને આચાર્યશ્રી ડૉ. જી. કે. સક્સેના તેમજ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલ દ્વારા બિરદાવવામાં આવેલ તેમજ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આવા જ અવનવા અભિગમ થકી વિદ્યાર્થીઓને જ્ઞાન મળી રહે તેવી પ્રેરણા આપેલ.