Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર ખાતે કોવીડ-૧૯ પ્રતિરોધક દવાનું વિતરણ

સરદારકૃષિનગર ખાતે કોવીડ-૧૯ પ્રતિરોધક દવાનું વિતરણ

  April 28,2020
વૈશ્વિક બીમારી કોરોનાએ સમગ્ર વિશ્વમાં જ્યારે હાહાકાર મચાવ્યો છે ત્યારે આયુષ મંત્રાલયની ભલામણ મુજબ રોગપ્રતિકારક શક્તિ વધારવાથી આ રોગ સામે રક્ષણ મળી શકે તેમ છે. "આર્સેનિયમ આલ્બમ-૩૦" નામની દવા રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને આ વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે.
એન.એસ.એસ. યુનિટ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનવર્સિટી, સરદારકૃષિનગર અને  સરકારી હોમિયોપેથી દવાખાનું, ધાનેરા દ્વારા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનવર્સિટીના કેમ્પસ ખાતે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે કુલ ૧૮૦૦ કીટ દ્વારા ૯૦૦૦ લોકોને આ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં સરદારકૃષિનગર ખાતેની સર્વે મહાવિદ્યાલય/કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, ફાર્મના મજૂરો, બેંકના અધિકારીશ્રીઓ અને સિક્યુરિટી ગાર્ડસને આ હોમિયોપેથી દવાની વહેચણી કરવામાં આવેલી હતી.
યુનિવર્સિટીના માનનીય કુલપતીશ્રી ડૉ. આર. કે. પટેલ તથા સરકારી હોમિયોપેથી દવાખાનું, ધાનેરાના મેડીકલ ઓફિસરશ્રી ડૉ. મનોજ જાનીના માર્ગદર્શન મુજબ એન. એસ. એસ. યુનિટ, સરદારકૃષિનગરના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. કલ્પેશ પી. ઠાકર, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ. જગદીશ ચૌધરી, શ્રી જયપાલસિંહ ચાવડા તેમજ ડૉ.એસ. પી. પંડ્યા, શ્રી યશ પઢિયાર, શ્રી જીજ્ઞેશ ગામીત તથા શ્રી હર્ષદભાઈ પુરોહિતના સાથ સહકાર દ્વારા આ દવા વિતરણનું કાર્ય સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું