Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં "કૃષિ અને કોવીડ ૧૯ની અસરો ઉપર વેબીનાર

ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં "કૃષિ અને કોવીડ ૧૯ની અસરો ઉપર વેબીનાર

  May 15,2020

તારીખ ૧૫/૦૫/૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં "કૃષિ અને કોવીડ ૧૯ની અસરો ઉપર વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું.  આ કાર્યક્રમમાં કેન્દ્રના કૃષિ મંત્રી શ્રી પરસોતમ રુપલાજી,  ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી. આર. સી. ફળદુજી  અને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પુનમચંદ પરમારજી  ઓનલાઈન ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન કર્યું હતું અને કોવીડ  ૧૯ ની અસરોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને  આ પડકારને પહોચી વળવા  વિવિધ પગલાઓ વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.  માનનીય રાજ્યપાલશ્રીએ તેમના  પ્રેરક ઉદ્બોધનમાં હાલની વિકટ પરીસ્થીતના મુકાબલા માટે  કુદરતી ખેતી અને ગાય આધારિત ખેતીની ઉપયોગીતા વિષે ચર્ચા કરી હતી અને નૈસર્ગિક કૃષિ દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને પર્યાવરણની જાળવણી પણ ઉચિત રીતે થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમા સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનીવર્સીટીના કુલપતિ શ્રી, ડો. આર. કે પટેલ, આણંદ કૃષિ યુનીવર્સીટીના કુલપતિ શ્રી રાજાબાબુ વી.  વ્યાસ, જુનાગઢ  કૃષિ યુનીવર્સીટીના કુલપતિ ડો. વી.પી. ચોવટિયા અને નવસારી  કૃષિ યુનીવર્સીટીના કુલપતિ શ્રી ડો. સુનીલ ચૌધરી પણ જોડાયા હતા અને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુ. ટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું અને ૧૦૦૦ કરતા પણ વધારે ખેડૂતો અને વિધાર્થીઓએ આ કાર્યક્રમ જીવન નિહાળ્યો હતો.  

Tags : ,