Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એંજિનીયરિંગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી

કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એંજિનીયરિંગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી

  June 5,2020

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરિંગ દ્વારા પર્યાવરણ વિષે  જન-જાગૃતિના હેતુથી તા. ૦૫/૦૬/૨૦૨૦ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. વિશ્વ પર્યાવરણ દિવસ માટે યુનાઈટેડ નેશન દ્વારા આ વર્ષે "બાયોડાયવર્સિટી (જૈવવિવિધતા)"વિષય નક્કી કરવામાં આવેલ.સદર વિષયને સાર્થક બનાવવા આચાર્યશ્રી, પ્રાધ્યાપકશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.

હાલના સમયમાં વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ની જૈવ વિવિધતા પર થયેલ અસર વિષય પર વેબિનારનુ આયોજન કરવામાં આવેલ. આચાર્યશ્રી ડૉ. જી. કે. સક્સેના એ પ્રસંગોચિત્ત ઉદબોધન આપેલ તેમજ વેબિનારમા ભાગ લેનાર તમામને આવકાર્યા હતા. યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલ એ પોતાના ઉદબોધનમા પર્યાવરણ તેમજ સમગ્ર જીવસૃષ્ટિ માટે જૈવવિવિધતાના મહત્વ વિષે માહિતગાર કરેલ. સદર વેબિનારમા ડૉ. સરિતાદેવી સિંઘ, મદદનીશ પ્રાધ્યાપક,પશુપાલન પોલિટેકનિક,સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એ વ્યાખ્યાન આપેલ. જેમાં ૯૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધિકારીશ્રીઓ જોડાયા હતા. ઉજવણીના ભાગ રૂપે જૈવવિવિધતા વિષય પર ઓનલાઇન ચિત્ર સ્પર્ધા અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધેલ.

        સમગ્ર કાર્યક્રમનુ આયોજન તેમજ સંચાલન આચાર્યશ્રી ડૉ. જી. કે. સક્સેનાની રાહબરી હેઠળ શ્રી જે. આર. સામરીયા અને શ્રી પ્રતિકસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ.