Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર ખાતે વેબીનાર સિરીઝ, પર્યાવરણ ક્વિઝ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર ખાતે વેબીનાર સિરીઝ, પર્યાવરણ ક્વિઝ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  June 5,2020

૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,સરદારકૃષિનગર હસ્તકની વિવિધ મહાવિધાલય દ્વારા અને તેમના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ વિષય પર વેબીનાર સિરીઝ,પર્યાવરણ ક્વિઝ અને વૃક્ષા રોપાણ કાર્યક્રમો કરવામાં આવેલ હતા.

        ભારત સરકારના હ્યૂમન રિસોર્સની મહાત્મા ગાંધી નેશનલ કાઉન્શીલ ઓફ રૂરલ એજ્યુકેશન,ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજયુકેશન,ન્યુ દિલ્હીની સૂચના મુજબ અને યુનિવર્સિટી એન.એસ.એસ.યુનિટના સહકારથી "ટાઈમ ફોર નેચર"મુખ્ય  થીમ હેઠળ સ્વચ્છતા,જળ સંરક્ષણ,વેસ્ટ મેનેજમેન્ટ,સોલાર પાવર,વૃક્ષારોપણ જેવા વિવિધ વિષય પર દરેક મહાવિધાલયોએ અલગ-અલગ ૧૫ જેટલા વેબીનારનું આયોજન કરી પર્યાવરણ સુરક્ષા અર્થે વૃક્ષારોપણ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ બાબતે એન.એસ. એસ. સ્વયં સેવકોને જાગૃત કરેલ. આ વેબિનાર સિરીઝમાં અંદાજિત કુલ-૧૦૦૦ વિધાર્થી/વિધાર્થીનીઓ અને પ્રાધ્યાપકશ્રીઓએ ભાગ લીધેલ. જેમાં તજજ્ઞ તરીકે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને બહારના નિષ્ણાંતોએ વિષયને અનુરૂપ તાંત્રિક માહિતી આપેલ હતી.

        આ ઉપરાંત નિયામકશ્રી,વિધાર્થી કલ્યાણ વિભાગ,ઓજસ ટ્રસ્ટ,પાલનપુર તથા સ્નેહ ફાઉન્ડેશન,ગાંધીનગરના સયુક્ત ઉપક્રમે "રોલ ઓફ યૂથ ફોર સસ્ટેનિંગ એનવાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટી: પોસ્ટ કોવિડ-૧૯" વિષય પર રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવેલ. જેનું યુનિવર્સિટીના કુલપતિશ્રી  ડૉ. આર. કે. પટેલે ઉદઘાટન પ્રવચનમાં જણાવ્યુ કે કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં પર્યાવરણ શુદ્ધ થયેલ છે તે બાબતને અવસરમાં બદલવાની અપીલ કરતાં તે પ્રકારની રહેણી કરણી,વૃક્ષ જાળવણી,જળ જતન જેવા પર્યાવરણલક્ષી વિષયોનું મહત્વ યુવાનોને સમજાવી વૃક્ષવાવવા,જળ સંરક્ષણ અને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા હતા. આ વેબીનારમાં શ્રી વિનય ત્રિવેદી,સ્નેહ ફાઉન્ડેશન,ગાંધીનગર "એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ડેવલોપમેન્ટ ઓફ યૂથ " વિષય પર વ્યાખ્યાન આપેલ. ડૉ. જે. એસ. જાટ, સહ સંશોધન વૈજ્ઞાનિકે "એન્વાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટી" વિશે માહિતી આપેલ તથા ડૉ. પ્રજ્ઞેશ પટેલ,મદદ. પ્રાધ્યાપકે "યુવાનો,પર્યાવરણ અને બાયોડાયવર્સિટી " વિષય પર વ્યાખ્યાન આપેલ. આ રાષ્ટ્રીય વેબીનાર ડૉ. કે. પી. ઠાકર,નિયામકશ્રી,વિધાર્થી કલ્યાણ,ઓજસ ટ્રસ્ટના સુરેખાબેન જાની અને સ્નેહ ફાઉન્ડેસનના શ્રી જનક સાધુના માર્ગદર્શન અને સહકારથી સંપન્ન થયેલ હતો. આ વેબીનારમાં  છત્તીશગઢ,રાજસ્થાન,પંજાબ અને  ગુજરાત રાજયના અંદાજિત ૧૫૦થી વધારે સ્વયંસેવકોએ જોડાઈ પર્યાવરણની રક્ષાના શપથ લીધેલ. સમગ્ર વેબિનારનું સંચાલન કુ.દેવાંશી જોશી અને ડૉ. એસ. પી. પંડયાએ કરેલ. 

        યુનિવર્સિટી ખાતેની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિ. મહાવિધાલય દ્વારા "બાયોડાયવર્સિટી ઇન ટાઈમ્સ ઓફ કોવિડ-૧૯" વિષય પર એક વેબીનારનું આયોજન કરેલ. જેમાં કોલેજના વિધાર્થીઑએ ભાગ લીધેલ. જેમાં ડૉ. સરિતાદેવીએ પર્યાવરણ રક્ષણ માટેની ઉપયોગી માહિતી આપેલ હતી. જેમાં મહાવિધાલયના આચાર્યશ્રી ડૉ. જી. કે. સક્સેના અને યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલે પર્યાવરણ જાગૃતિ વિશે સભાન થઈ યુવાનોને આગળ આવવા અપીલ કરી હતી.

        હોમ સાયન્સ મહાવિધાલય દ્વારા પર્યાવરણ વિષય પર ઓનલાઈન ક્વિઝનું આયોજન કરેલ તેમાં કોલેજ તથા બહારની યુનિવર્સિટીના કુલ-૮૫ વિધાર્થી-વિધાર્થિનીઓએ ભાગ લીધેલ વિજેતાઓને ઇ-સર્ટિફિકેટ  આપવામાં આવનાર છે.

        સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિયામકશ્રી,વિધાર્થી કલ્યાણ દ્વારા એગ્રો ફોરેસ્ટ્રિ વિભાગના સહકારથી કરવામાં આવેલ વૃક્ષારોપાણ કાર્યક્રમમાં માનનીય કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલ તથા યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, તમામ મહાવિધાલયના ડિનશ્રીઓ ઉપસ્થિત રહીને વૃક્ષરોપાણ કરેલ. કૃષિ યુનિવર્સિટી હસ્તકના થરાદ,જગૂદણ,ખેડબ્રહમા,ડીસા અને અમીરગઢ કોલેજો દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમ કરવામાં આવેલ.

        યુનિવર્સિટીના આ વિવિધ કાર્યક્રમો માનનીય કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલના માર્ગદર્શન હેઠળ  નિયામકશ્રી,વિધાર્થી કલ્યાણ ડૉ. કે. પી. ઠાકર દ્વારા વિવિધ મહાવિધાલયના આચાર્યશ્રીઓ,એસ.આર.સી. ચેરમેન તથા એન.એસ.એસ. ઓફિસરોના સહયોગ અને સહકારથી સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતું .