Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઓનલાઈન યોગા ક્લાસ અને વેબીનારનું આયોજન કરવામાં આવેલ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઓનલાઈન યોગા ક્લાસ અને વેબીનારનું આયોજન કરવામાં આવેલ

  June 19,2020

છઠૃા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઓનલાઈન યોગા ક્લાસ અને વેબીનારનું આયોજન નિયામકશ્રી,વિધાર્થી કલ્યાણ દ્વારા કરવામાં આવેલ હતું. 

        તા. ૧૯ જૂનથી ત્રિદિવસીય  સવારે ૦૬.૧૫ થી ૦૭.૦૦ વાગ્યા સુધી યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ પર યુનિવર્સિટીના યોગા એક્સપર્ટ ડૉ. જગદીશ ચૌધરી અને ડૉ. હિતેશ પટેલ દ્વારા જુદા જુદા આસનો ઓનલાઈન દર્શાવી તે આશન અને કસરતો કઈ રીતે ઉપયોગી થાય છે. તે બતાવ્યુ હતુ. 

        તા.૨૦.૦૬.૨૦૨૦ના રોજ "યોગા અને મેડિટેશન ફોર ઇમ્યુનિટી બુસ્ટિંગ" વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવેલ આ વેબિનારમાં ભારત દેશમાંથી અંદાજે ૧૩૫ જેટલા વિધાર્થીઓ,અધ્યાપકો અને વિવિધ અધિકારીઓ જોડાયેલ.

        આ વેબીનાર "મેડિટેશનની અગત્યતા" વિષે શીએન્ડવી,ગાંધીનગરના ડાયરેક્ટર શ્રીમતી કૃતિ પટેલે ઊંડાણથી સમજવ્યું હતું તથા નિયતિ જોશી,દહેરાદૂન "યોગની અગત્યતા" વિષય પર ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. બન્ને વકતાઓએ "યોગ અને મેડિટેશન" મનુષ્ય માટે હાલની કોવિદ-૧૯ મહામારીના દિવસોમાં અગત્યતા છે તે વિષે વિસ્તૃત જણાવેલ.

        યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલે અત્યારની વિપરીત પરિસ્થિતિમાં "યોગ અને મેડિટેશન" જ મનુષ્યની ખરી મદદ કરશે તેમ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું.

        યુનિવર્સિટીના નિયામકશ્રી,વિધાર્થી કલ્યાણ ડૉ. કે. પી. ઠાકર અને નિયામકશ્રી,આઈ. ટી., ડૉ. હિતેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું. વેબિનરનું સંચાલન શ્રી યશ પઢિયાર અને આભાર વિધિ ડૉ. એસ. પી. પંડયાએ કરેલ.