Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
સરદાકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીમાં કાર્યરત તાલીમ અને મુલાકાત યોજના ઘ્વારા "ખરીફ ઋતું પૂર્વેની કાર્યશાળા-ર૦ર૦"નું આયોજન તા.૧૯-ર૦/૦૬/ર૦ર૦ના રોજ કરવામાં આવેલ હતું. સદર કાર્યશાળાના પ્રથમ દિવસે શરૂઆતમાં ર્ડા.વી.ટી. ૫ટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ સર્વેનું સ્વાગત કરી ખરીફ ઋતુ પૂર્વે તાલીમનો ઉદેશ સ્પષ્ટ કર્યો હતો. જેમાં ચોમાસાની ઋતુમાં ઉત્તર ગુજરાતના મુખ્ય પાકોની ખેતી ૫ઘ્ધતિ, રોગ જીવાત અને વધુ ઉત્પાદન માટે યુનિવર્સિટીએ કરેલ નવીન ભલામણોની માહિતી ટેકનોલોજી ટ્રાન્સફર સિસ્ટમના ખેતીવાડી, બાગાયત અને ૫શુપાલન ખાતાના અઘિકારીઓને માહિતગાર કરવામાં આવે છે. ત્યારબાદ સંયુકત ખેતી નિયામકશ્રી, મહેસાણા શ્રી પી.બી. ખીસ્તરીયાએ બીજ, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓ અંગેની કાયદાકીય જોગવાઈઓ વિશે સવિસ્તાર માહિતી આપેલ હતી. શ્રી સી.જે. ૫ટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, દિવેલા સંશોધન કેન્દ્ર ઘ્વારા દિવેલાની વૈજ્ઞાનિક ખેતી ૫ઘ્ધતિ વિશે માહિતી આપેલ. સંશોધન વૈજ્ઞાનિકશ્રી ર્ડા.જે.એ. ૫ટેલ ઘ્વારા બી.ટી. કપાસની ખેતી અને તેમાં જોવા મળતી ગુલાબી ઈયળના નિયંત્રણ માટે લેવાના૫ગલાં અંગે જાણકારી આપી હતી. સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ર્ડા. પી.આર. ૫ટેલે કઠોળ પાકોમાં ઘ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ વિશે સર્વેને માહિતગાર કરેલ હતા. ર્ડા.આર.એમ. ૫ટેલ, વડાશ્રી, કલીનીક વિભાગ, વેટરનરી કોલેજ ઘ્વારા ચોમાસાની ઋતુમાં ૫શુઓમાં જોવા મળતાં વિવિધ રોગો તથા જીવાતો અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી. વિભાગીય વડાશ્રી, બાયો રીસર્ચ સેન્ટર, ર્ડા.બી.ટી. ૫ટેલ ઘ્વારા ચોમાસાના વિવિધ પાકોમાં સેન્દ્રીય અને જૈવિક ખાતરોની ઉ૫યોગીતા અંગે જાણકારી આપેલ હતી.
ખરીફ ઋતુ કાર્યશાળાના બ્તિીય દિવસે ચી.૫. કૃષિ મહાવિદ્યાલયના કિટકશાસ્ત્ર વિભાગના સહ પ્રાઘ્યા૫ક ર્ડા.એફ.કે. ચૌધરીએ ચોમાસાની ઋતુમાં વિવિધ પત્રકોમાં જોવા મળતી જીવાતો અને તેના સંકલિત નિયંત્રણ વિશે માહિતી આપેલ હતી. ત્યાર બાદ ર્ડા.એસ.એમ. ૫ટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક,તેલીબીયા સંશોધન કેન્દ્ર, તલોદ ઘ્વારા મગફળી અને તલની ખેતીમાં ઘ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે માહિતી આપેલ. શાકભાજીના પાકોમાં અગત્યના મુદ્દાઓ અને નવીન ભલામણો વિશે ર્ડા. વિશાલ વાનખેડે, મદદનીશ પ્રાઘ્યા૫ક, બાગાયત વિભાગ ઘ્વારા સુંદર છણાવટ કરેલ હતી. પ્રાઘ્યા૫ક અને વડા, રોગશાસ્ત્ર વિભાગ, ચી.૫. કૃષિ મહાવિદ્યાલય, ર્ડા. ડી.એસ. ૫ટેલે ચોમાસુ પાકોમાં જોવા મળતા વિવિધ રોગો અને તેના સંકલિત નિયંત્રણ અંગે સર્વેને ઉંડાણપૂર્વક ચર્ચા કરી જાણકારી આપેલ હતી. ઉત્તર ગુજરાતના મુખ્ય ફળપાકોની ખેતીમાં ઘ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે ખૂબ જ ઉ૫યોગી માહિતી ર્ડા.મનિષ ૫ટેલ, સહ પ્રાઘ્યા૫ક, બાગાયત વિભાગ, ચી.૫.કૃષિ મહાવિદ્યાલય ઘ્વારા આ૫વામાં આવી હતી.
અંતમાં ર્ડા.જે.કે. ૫ટેલ, તાલીમ સહાયક, તાલીમ અને મુલાકાત યોજના ઘ્વારા તાલીમ કાર્યક્રમમાં સામેલ દરેક અઘિકારીશ્રીઓ તથા વ્યાખ્યાતાઓનો આભાર માનવામાં આવ્યો. સદર કાર્યશાળામાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેતીવાડી, બાગાયત, ૫શુપાલનના અઘિકારીશ્રીઓ તથા યુનિવર્સિટી અઘિકારીશ્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો.
Tags : ,
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU