Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ રાજયકક્ષાએ ઝળકયા

કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ રાજયકક્ષાએ ઝળકયા

  July 18,2020

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલએનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ ગુજરાત કલીનર્સપ્રોડકશન સેન્ટર (G.C.P.C.)તથા વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગરદ્વારા તારીખ ૧૬ જુલાઇ, ૨૦૨૦ ના રોજ આયોજિત "ઈન્ટીગ્રેશન ઓફ રીસર્ચ ટુ ઈન્ડસ્ટ્રીયલ એપ્લીકેશન” માંમોટી સિદ્ધી હાંસલ કરેલ. સદર કાર્યક્રમ અંતર્ગત રાજયભરની વિવિધકોલેજોમાંથી આવેલ સ્ટુડન્ટ રીસર્ચ પ્રોજેકટ પૈકી મહાવિદ્યાલયના ૦૩(ત્રણ) રીસર્ચ પ્રોજેકટ પસંદગીપામેલ. જેમાં Development of Solar Tricycle for Physically Handicapped People દ્વિતિય સ્થાન હાંસલ કરેલ. જયારે તૃત્તિય સ્થાને Design and Development of Bio-filter for Treatment of Sewage Water તેમજ Utilization of Sewage Sludge To Use as Fertilizerપસંદગી પામી કોલેજ તેમજયુનિવર્સિટીનું ગૌરવ વધારેલ છે. સદર કાર્યક્રમમાં પસંદગી પામેલ વિજેતાવિદ્યાર્થીઓને દ્વિતિય સ્થાન માટે રૂા.૫,૦૦૦/- તેમજ તૃત્તિય સ્થાન માટેરૂા.૩,૦૦૦/- રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ.વિદ્યાર્થીઓની ઉપલબ્ધી બદલ મા. કુલપતિશ્રી ડો. આર. કે. પટેલ તેમજપ્રિન્સિપાલશ્રી ડો. જી. કે. સકસેના એ વિદ્યાર્થીઓને તથા પ્રોજેકટ ગાઈડપી. એમ. પટેલ, જે. આર. સામરીયા અને ડો. ડી. બી. પટેલ ને અભિનંદન પાઠવેલ.