Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / 74th independence day

74th independence day

  August 15,2020

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે આજે ૧૫, ઓગષ્ટ, ૨૦૨૦ ના દને ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. માન.કુલપતિશ્રી ર્ડા.આર.કે.પટેલ દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રભાવનાનું ગૌરવ કર્યુ. આ સમયે યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, વિવિધ કોલેજના ડીનશ્રીઓ તથા યુનિટ વડાઓ ઉપસ્થિત રહેલ. ત્યારબાદ સરદારકૃષિનગર કૃષિ વિદ્યાલયના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. માન. કુલપતિશ્રીના વરદ્દહસ્તે યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, સ્કૂલના શિક્ષકો તથા સિક્યુરીટી અને હોમગાર્ડસના જવાનોની મર્યાદીત હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું.         સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્દબોધનમાં માન. કુલપતિશ્રીએ જણાવ્યું કે, કોરોના પેનડેમીક (સંક્રમણ) કાળમાં કૃષિ એક જ એવુ ક્ષેત્ર છે જે સૌથી ઓછું પ્રભાવિત રહ્યું અને દેશની વસ્તીને ખાધાખોરાકીની જીવન જરૂરી ચીજો પૂરી પાડી પોતાની જવાબદારી અદા કરી. આ સ્વાતંત્ર્ય દિને કૃષિ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અપીલ કરૂ છું કે, ખેડૂતોને વધુમાં વધુ માહિતી આધુનિક ટેક્નોલોજી થકી પહોંચાડીએ જેથી ખેડૂતો પોતાની ખેતી સમૃધ્ધ કરી શકે. સુરક્ષા કર્મચારીઓ,મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ,સફાઈ કર્મચારીઓ કે જેઓ કોરોના વોરિયર્સ તરીકે ઓળખાય છે.  જેઓએ કોવિડ-19ના કપરાકાળમાં લોકોની સેવા કરેલ છે તે  માટે અભિનંદન આપેલ હતા. તથા યુનિવર્સિટીના એન.એસ.એસ./એન.સી.સી. ઓફિસર્સના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ બનાસકાંઠા જીલ્લામાં વિવિધ સ્થળોએ ઉકાળા વિતરણ,માસ્ક વિતરણ,જાહેર સ્થળોએ ટ્રાફિક નિયંત્રણ અને સામાજિક અંતરનું પાલન જેવી ઉમદા કરી કરી દેશની સેવા કરેલ છે તે બદલ સર્વને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવેલ તથા શ્રેષ્ઠ  કાર્ય કરેલ એન.એસ.એસ. ઓફિસર્સનું સર્ટિફિકેટ આપી સન્માન કરેલ. તથા

        વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં મહત્તમ યોગદાન આપી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થાય તે જ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર સેવા ગણાશે અને તે જ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની ફ્ળશ્રુતી હશે. કોવિડ-૧૯ સંક્રમણને લીધે અત્રે ઉપસ્થિત ન થઇ શકેલ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વસાહતીઓ કાર્યક્રમનો લાભ લઇ શકે માટે લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું. કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત અધિકારીશ્રીઓની હાજરીમાં સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સંપન્ન કરવામાં આવ્યો.

Tags : ,