Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
કોવિડ-૧૯ની વિપરીત પરિસ્થિતીમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ ધ્વારા નિયમિત ઓનલાઈન કાર્યક્રમો કરવામાં આવે છે. તેના ભાગરૂપેના નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ દ્વારા વિધાર્થી અને સ્ટાફ માટે શ્રી નિરજકુમાર પ્રજાપતિનો પ્રેરણાત્મક યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. નિરજકુમાર પ્રજાપતિ સાયકલ યાત્રા દ્વારા સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર કરે છે. જેમને "બાયસિકલ મેન ઓફ ઈન્ડિયા"ના નામે ઓળખવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆત સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ, ડૉ. કે. પી. ઠાકર સાહેબ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સહભાગીઓનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા જણાવેલ.
ત્યારબાદ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. વી. ટી. પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે સજીવ ખેતી આજની માંગ છે. આજના કોરોના મહામારીના સમયમાં પ્રેણાત્મક કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકશ્રી સરાહના કરતાં જણાવ્યુ કે, સજીવ ખેતી ઘણા ખેડૂતો ખૂબ સફળ રીતે કરે છે અને તેઓ પાસે જઈને નીરજ કુમાર પ્રજાપતિએ જે અનુભવો મેળવ્યા છે એ કૃષિના વિધાર્થીઑ અને સ્ટાફ માટે ખૂબ જ પ્રેણારૂપ અને ઉપયોગી થશે.
ત્યાર બાદ ઉદઘાટન પ્રવચનમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. આર. કે. પટેલ સાહેબે જણાવ્યુ કે, કૃષિ રસાયણોના વધુ પડતાં ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે, તેમજ પાકની ગુણવત્તા પણ બગડી છે. સજીવ ખેતી ધ્વારા આપણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકીએ છીએ અને મોંઘા રસાયણોમાં થતાં ખોટા ખર્ચ પણ બચાવી શકીએ છીએ. સજીવ ખેતીએ કોઈ નવી બાબત નથી. દેશના હજી પણ ઘણા વિસ્તારોમાં ખાસ કરીને પહાડી વિસ્તારમાં કૃષિ રસાયણોનો નહિવત ઉપયોગ થાય છે. તે વિસ્તારમાં સજીવ ખેતીની ખૂબ શક્યતાઓ રહેલી છે. ડૉ. આર. કે. પટેલ સાહેબશ્રીએ જણાવ્યુ કે, નિરજકુમાર પ્રજાપતિ કે જેઓ ૧,૧૧,૧૧૧ કી.મી. સાયકલ યાત્રા પર સજીવ ખેતી બાબતે ખેડૂતોને જાગૃત કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે નીકળ્યા છે તે ખૂબ જ સરાહનીય છે. કૃષિના વિધાર્થી ન હોવા છતાં ખેડૂત માટેની તેમનું આ કાર્ય અને લાગણી ખૂબ જ સરાહનીય છે. તેમના યાત્રા દરમ્યાનના અનુભવો ખેડૂતો અને વિધાર્થીઓ માટે ખૂબ પ્રેરણા રૂપ થશે. તેમજ તેઓએ કૃષિના વિધાર્થીઓ કે જેઓ કોરોના મહામારીની પરિસ્થિતીમાં પોતાના ઘરે છે ત્યારે તેઓ પોતાના ગામ અને આસપાસના ખેડૂતોને ટેલિફોનીક માર્ગદર્શન આપે છે તેમજ પોતાની ખેતીમાં નવીનતા લાવી બીજા માટે પ્રેરણારૂપ બને તેવી અપીલ કરી.
ત્યારબાદ નિરજકુમાર પ્રજાપતિએ પોતાની સાયકલ યાત્રાની શરૂઆત વિષે વાત કરતાં જણાવ્યુ કે, તેમણે કૃષિમાં થતાં આડેધડ રસાયણોના ઉપયોગને જોઈને સજીવ ખેતીના પ્રચાર-પ્રસારનો વિચાર આવ્યો અને તેઓ ૧,૧૧,૧૧૧ કી.મી.ની સાયકલ યાત્રા દ્વારા ખેડૂતોને સજીવ ખેતી બાબતે જાગૃત કરવાનો દ્રઢ સંકલ્પ લઈ નીકળ્યા. આ જ સમયમાં તેઓએ કેન્સર ટ્રેન વિષે સાંભળ્યું જેના પછી તેમણે આ બાબતે ખેડૂતોને જાગૃત કરી સજીવ ખેતી કરતાં થાય તેવા પ્રયત્નો કર્યા. અત્યાર સુધીમાં તેઓએ ૧૫૦૦૦થી વધારે કી.મી.ની મુસાફરી કરી છે. જેમાં તેઓએ અનુભવેલ ખેડૂતોની વિવિધ સજીવ ખેતીની પધ્ધતિઑ અને તેમની માર્કેટિંગ પ્લાન વિષે વિગતવાર સમજાવ્યું. આ ઉપરાંત તેમણે પોતાની યાત્રા માટે વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મળતા સહકારની સરાહના કરેલ. અંતમાં કાર્યક્ર્મમાં વિધાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું નિરજકુમાર પ્રજાપતિએ નિરાકરણ કરેલ.
આ કાર્યક્ર્મનું સફળ સંચાલન ડૉ. એચ. બી. પટેલ, ડૉ. સંજય પંડ્યા અને ડૉ. સી. કે. દેસાઇ દ્વારા કરવામાં આવેલ. આ યુ-ટ્યુબ લાઈવ પ્રોગ્રામમાં દેશ-વિદેશના અંદાજે ૧૦૦૦થી વધારે લોકોએ લાભ લીધેલ હતા.
Tags : ,
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU