Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
ર્ડા.વલ્લભભાઈ કથીરીયા, અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય કામધેનું આયોગ, ભારત સરકાર નવી દિલ્હી ધ્વારા તા. ર૯/૦૮/ર૦ર૦ ના રોજ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેવામાં આવી. આ દરમ્યાન ર્ડા.કથીરીયા ધ્વારા યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, વિવિધ ફેકલ્ટીના ડીનશ્રીઓ તથા સંશોધન વૈજ્ઞાનિકશ્રીઓ સાથે મુકત મને ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ર્ડા.આર.એન.સિંગે સર્વેને આવકારી યુનિવર્સિટીના સંશોધન કાર્યોથી માહિતગાર કરેલ હતા. યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા.આર.કે.પટેલે પોતાના સંબોધનમાં યુનિવર્સિટીના મુખ્ય કાર્યો અંતર્ગત શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ધ્વારા થતી પ્રવૃતિઓનો વિગતવાર ચિતાર આપેલ હતો. જેમાં વધુ ઉત્પાદન આપતી પાકોની જાતો તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનું ઉત્પાદન, ખેડૂતોમાં વિતરણ તથા યુનિવર્સિટીની વિવિધ ભલામણ કરેલ ટેકનોલોજીનું પ્રસારણ અને કોવિડ–૧૯ની વિષમ પરિસ્થિતિમાં યુનિવર્સિટીના શિક્ષકો ધ્વારા ઓનલાઈન ટીચીંગ, પરીક્ષાઓ સમયસર લેવા અંગે મેળવેલ સિધ્ધિઓથી અવગત કરવામાં આવ્યા.
ર્ડા. વલ્લભભાઇ કથીરીયા સાહેબે પણ પોતાના અનુભવોની વૈજ્ઞાનિકો સાથે આપ-લે કરેલ. તેમણે બાયો- ફર્ટિલાઈઝર, તેમાંય પ્રવાહી સ્વરુપમાં બાયો-ફર્ટિલાઈઝરનું ઉત્પાદન વધે, ગાય આધારિત ખેતી અને પશુપાલનનો વ્યાપ વધે એ માટેના પ્રયત્નો કરવા અનુરોધ કરેલ તથા ગૌ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સ્થાપવા માટે વૈજ્ઞાનિકોના અભિપ્રાય લીધેલ. વર્તમાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ઓછામાં ઓછી ૧૦ દેશી ગાયોનું એક નમૂનારૂપ ડેમોનસ્ટ્રેશન યુનિટ સ્થાપવા પર તેમણે ભાર મુકયો. જેના થકી દુધ, ગૌમુત્ર, ગોબરના ઉપયોગ થકી વધુ આવક મેળવી શકાય અને ગૌ આધારિત ખેતીની ઉપયોગિતા ખેડૂતોને સમજાવી શકાય એવી વાત કરેલ.ગૌચર સુધારણા, સુધારેલી ઘાસચારાની જાતોનો પ્રચાર– પ્રસાર થાય. સાઇલેજની ઉપયોગિતા,સેકસીંગ કરેલ સીમેનના ડોઝની યથાર્થતા વિષે ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. વધુમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે પશુ વ્યવસ્થાપનના સર્ટીફીકેટ, ડીપ્લોમા કે ડીગ્રી અભ્યાસક્રમો ચાલુ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી.
ર્ડા.કથીરીયાએ વૈજ્ઞાનિકો સાથે પશુપાલનમાં દેશી ગાયને પ્રાધ્યાન્ય કેવી રીતે મળે, તેના પંચગવ્ય કેવી રીતે ઉત્કૃષ્ઠ છે અને તે અંગે શું સંશોધન જરૂરી છે તે અંગે વિગતવાર છણાવટ કરી હતી.
ત્યારબાદ ર્ડા.કથીરીયાએ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના અદ્યતન પશુ દવાખાનાની મુલાકાત લીધી. કેન્દ્ર ખાતે ડીન ર્ડા.ડી.વી.જોષીએ કોલેજ અને કલીનીકની પ્રવૃતિઓથી તેમને માહિતગાર કર્યા. જેમાં નાનાથી મોટા તમામ પશુઓના તમામ રોગો, તેમજ ઓપરેશનો તેમજ રોગોના નિદાન માટે એક્સરે, સોનોગ્રાફી તથા લેબોરેટરીની સુવિધા સહિતના તમામ વિભાગોની મુલાકાત લીધેલ અને યુનિવર્સિટીના આ કાર્યથી પ્રભાવિત થયા હતાં. આ સાથે પશુ સંશોધન કેન્દ્રની પણ મુલાકાત લીધી કેન્દ્ર દ્વારા ઉચ્ચ જનીનીક ગુણો ધરાવતાં સિધ્ધ થયેલ આખલાનાં સીમેનમાંથી કૃત્રિમ બીજદાન માટેના ડોઝ તૈયાર કરી ૨૦ થી ૪૦ રૂપિયાના નજીવા દરે ખેડૂતોને તથા તમામ જરૂરિયાત મંદોને પૂરા પાડવામાં આવે છે તે જાણી કેન્દ્રની પ્રવૃત્તિની સરાહના કરી હતી. આ દરમ્યાન ર્ડા.એચ.એચ.પંચાસરા, સંશોધન વૈજ્ઞાનિક, પશુ સંશોધન કેન્દ્રએ માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે સંશોધન નિયામકશ્રી ર્ડા.આર.એન.સિંગ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ર્ડા.વી.ટી.પટેલ તથા યુનિવર્સિટી અધિકારીશ્રીઓ તથા વૈજ્ઞાનિકો હાજર રહેલ હતા.
કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ર્ડા.વી.ટી.પટેલ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન નાયબ વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા.બી.કે.અસ્વારે કરેલ હતું.
Tags : માન. ર્ડા. વલ્લભભાઇ કથીરીયા, અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકારની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત,
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU