Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વર્લ્ડ ફૂડ ડે-૨૦૨૦” ની ઉજવણી

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વર્લ્ડ ફૂડ ડે-૨૦૨૦” ની ઉજવણી

  October 16,2020

ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દ્વારા “World Food Day-2020” ની ઉજવણી ના ભાગરૂપે માન. કુલપતિશ્રી ડો. આર. કે. પટેલના પ્રોત્સાહન તેમજ પ્રેરણાથી  અને ડો. બી. જી. પટેલ, ડીન અને આચાર્યશ્રી, ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય ના માર્ગદર્શન હેઠળ “Recent Opportunity, Breakthrough & Challenges in Food Processing Induatries” જેવા વિષય ઉપર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાએ વેબીનાર અને વિદ્યાર્થીઓ માટે એક ક્વિઝ સ્પર્ધાનું સફળ આયોજન તા. ૧૬/૧૦/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વેબીનારમાં ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે સંકળાયેલા પ્રાધ્યાપકશ્રીઓ, વિવિધ સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓના અધિકારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ મળીને આશરે સમગ્ર ભારતમાંથી ૩૦૩ જેટલા સહભાગીઓએ ભાગ લીધેલ હતો..

  વેબીનારના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી શ્રીમાન એન. ડી. જોશી દ્વારા કાર્યક્રમની પ્રાથમિક રૂપરેખા આપવામાં આવી હતી. ડો. બી. જી. પટેલ, ડીન અને આચાર્યશ્રી દ્વારા કુલપતિ શ્રી ડૉ.આર. કે. પટેલ અને હાજર રહેલ અન્ય તજજ્ઞોને આવકાર્યા આવ્યા હતા.

વધુમાં વિષય તજજ્ઞ  ડો. આર. કે.જૈન, ભૂતપૂર્વ ડીનઅને આચાર્ય, એ. ડી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ન્યુ વલ્લભ વિદ્યાનગર, આણંદ દ્વારા “Post COVID Trends and Break through for Food Technology graduates”વિષય ઉપરઅને બીજા વિષય તજજ્ઞ એવા શ્રીમાન સુરજભાઈ સાવલીયા, ચેરમેન ઓફ પેટસન ગ્રુપ ઓફ કંપનીસ, નવસારી ધ્વારા “Recent Challenges & Opportunities in Food Processing Industries” જેવા વિષય પર ૬૫ મિનીટ સુધી વ્યાખ્યાન આપ્યું હતું.

            ઉપરોક્ત બંને તજજ્ઞોએ ફૂડ સંલગ્ન ઔદ્યોગિક ક્ષેત્રમા હાલ કયા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તમાન છે તથા ભવિષ્યમાં તેને લગતી રોજગારીની અને ફૂડ ટેકનોલોજી ના સ્નાતક ની ફૂડ સંલગ્ન ઔદ્યોગિક ક્ષેત્રમા કેટલી મહત્વતા છે તેના પર ચર્ચા કરેલ હતી. વધુમાં બંને તજજ્ઞોએ આપેલ વિષયને અનુરૂપ માહિતી ખુબ જ જીણવટ અને સુચારુરૂપે કહી હતી જે શ્રોતાઓએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. અને વિદ્યાર્થીઓને પોતાની રૂચી અનુસાર આ ક્ષેત્રમા આગળ વધવા માટે દિશાસૂચન કરેલ. તેમજ પ્રવર્તમાન પરિસ્થિતિ આધારિત આ ક્ષેત્ર અંતર્ગર્ત નિકાસમાં ભારતનું સ્થાન તથા ભાગીદારી વિષે વિસ્તૃત ચર્ચા કરેલ.

            વેબીનારનું સફળ સંચાલન તેમજ અંતમાં શ્રીમાન બી.એલ.જાની, મદદનીશ પ્રાધ્યાપક,ફૂડ પ્રોસેસ ઇજનેરી  વિભાગ ફૂડ ટેકનોલોજી મહાવિધાલયસરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરદ્વારા સૌનો આભાર માની રાષ્ટ્રીય કક્ષાના વેબિનારની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી.