Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / ઓનલાઈન સ્નેહ મિલન

ઓનલાઈન સ્નેહ મિલન

  November 18,2020

નુતન વર્ષની શુભેચ્છા પાઠવવા માટે યુનિવર્સીટી ધ્વારા  ઓન લાઈન સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ સ્નેહ મિલનમાં માનનીય કુલપતિશ્રી ડો. આર. કે. પટેલએ ઉપસ્થિત તમામને વિક્રમ સવંત ૨૦૭૭ના નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને યુનિવર્સીટી પરિવારના સ્ટાફ અને પરિવારના સભ્યોને ટુકું ઉદબોધન કર્યું હતું. તેમને આગામી વર્ષ યુનિવર્સીટીની પ્રગતિ અને વિકાસ માટે સદાય શુભ રહે અને યુનિવર્સીટીના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રમાં  વિકાસના નવા શિખરો સર કરે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.  તેમને  તમામ સ્ટાફ મિત્રોને પોતાના કાર્ય ક્ષેત્રમાં તન અને મનથી સમર્પિત થઇ નિષ્ઠા અને પરિશ્રમ થકી નવા આયામો  સિધ્ધ  કરવા માટે આહવાન  કર્યું હતું. માનનીય સંશોધન નિયામક શ્રી, ડો. આર. એન સિંગ અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. વી. ટી. પટેલ ધ્વારા  પણ ટુકમાં ઉદબોધન કર્યું હતું. કુલસચિવ શ્રી ડો. કે. કે. પટેલ ધ્વારા  તમામ ઉપસ્થિત સભ્યોને નવા વર્ષની શુભેચ્છા આપવામાં આવી હતી અને આગામી વર્ષમાં નવી સિધ્ધિઓ મેળવવા માટે જરૂરી કાર્યક્રમ અને તેનું આયોજન અત્યારથી કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સીટી ઓફિસર ઉપરાંત ૧૨૧ જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.