Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / માનનીય કુલપતિશ્રીનું અભિવાદન સમારંભ

માનનીય કુલપતિશ્રીનું અભિવાદન સમારંભ

  December 18,2020

                 સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી તરીકે ડૉ. આર. એમ. ચૌહાણની ગુજરાત સરકારશ્રી દ્વારા નિમણૂંક કરવામાં આવતા તેઓના અભિવાદન સમારંભનું આયોજન તા.૧૪/૧૨/૨૦૨૦ના રોજ સીડ ટેકનોલોજી વિભાગ, સરદારકૃષિનગર ખાતે કોવિડ-૧૯ની ગાઈડલાઇન મુજબ સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી અધિકારીઓ વિવિધ સંશોધન કેન્દ્રના વડા અને યુનિવર્સિટીના તમામ અધિકારી/કર્મચારી મંડળોના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.

                આ અભિવાદન સમારંભમા સંશોધન નિયામકશ્રી ડૉ. આર. એન. સીંગ, કુલસચિવશ્રી ડૉ. કે. કે. પટેલ તથા વેટરનરી કોલેજના આચાયૅશ્રી ડૉ. ડી. વી. જોશી અને વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓએ તેમના વકતવ્યમાં ડૉ.  આર. એમ. ચૌહાણની કુલપતિશ્રી તરીકેની વરણીને આવકારી તેમના સફળ નેતૃત્વને કારણે આ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આવતા કૃષિ સંશોધન, કૃષિ વિસ્તરણ અને કૃષિ શિક્ષણની પ્રવૃતી વેગવાન બનશે અને આ યુનિવર્સિટી સિદ્ધિના સોપાનો સર કરશે તેવી આશા વ્યક્ત કરેલ હતી. 

                યુનિવર્સિટીની મહાવિધાલયોના આચાર્યશ્રીઓ વતી ડૉ. એ. યુ. અમીન તથા પોલિટેકનિકસના આચાર્યશ્રીઓ વતી ડૉ. એમ. એ. તુવરે તેમના વકતવ્યમાં ડૉ. આર.એમ.ચૌહાણમાં રહેલા વ્યવસ્થાપન અને સફળ નેતૃત્વંના ગુણને લીધે યુનિવર્સિટીની પ્રગતિ થશે તેમ જણાવ્યુ હતું.

                રાઈ-દિવેલા સંશોધન કેન્દ્રના વડા ડૉ. એ. જી. દેસાઇએ જણાવેલ કે ડૉ.ચૌહાણ સરદારકૃષિનગર ખાતે ખેતીવાડી અધિકારી તરીકે નિમણુંક પામી યુનિવર્સિટી અધિકારી તરીકે તમામ જગ્યાઓ ઉપર ફરજો બજાવેલ હોવાથી આ યુનિવર્સિટીની સમગ્ર પરિસ્થિતીથી વાકેફ છે તેથી તેમના નેતૃત્વમાં યુનિવર્સિટીની પ્રતિષઠામાં ઉમેરો થશે. 

                કુદરતી સંશોધન અને વ્યવસ્થાપન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. બી. એસ. દેવરાએ તેમના વક્તવ્યમાં ડૉ. ચૌહાણના થરાદ કોલેજના નિર્માણમાં રહેલ યોગદાનને યાદ કરેલ તથા જણાવેલ કે આ યુનિવર્સિટી પાસે રીસોર્સીશ ઘણા છે તેનો સદઉપયોગ કરી આ યુનિવર્સિટીના કાર્યોની ભારત તથા વિશ્વ કક્ષાએ નોંધ લેવાશે.

                આ પ્રસંગે ડૉ. આર. એમ. ચૌહાણે તેમના વક્તવ્ય શરૂ કરતાં પહેલા આ ઉચ્ચ સ્થાને પહોંચડવામાં ફાળો  આપી સંસ્કારોનું સિંચન કરવા બદલ  તેમના માતા-પિતા, ગુરૂજનો અને સહપાઠીઓને યાદ કર્યા તથા તેમણે અભ્યાસ કરેલ સ્કુલ, કોલેજના અમૂલ્ય ફાળાની વાત કરી "કૃષિ શિક્ષણ", "કૃષિ સંશોધન" અને "કૃષિ વિસ્તરણ"નું મહત્વ સમજાવી આ પ્રવૃતિને વેગવાન બનાવવા માટે ગીતાના કર્મના સિંધાન્તને ધ્યાનમાં રાખી નિષ્ઠાપુર્વક ફરજ બજાવવા આહવાન કરેલ.

                ડૉ. પી. ટી.પટેલ, સંશોધન વૈજ્ઞાનિક સીડ ટેક્નોલૉજીએ આભારવીધી કરેલ. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. હિતેશ બી. પટેલ, નિયામકશ્રી,આઈ. ટી. અને ડો. કલ્પેશ પી. ઠાકર, નિયામકશ્રી વિધાર્થી કલ્યાણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ તેમજ અન્ય અધિકારી/કર્મચારીઓ તેમજ કૃષિ પરીવાર અને  વિધાર્થીઓ માટે લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવેલ હતુ.

Tags : ,