Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર ખાતે ગીતા જયંતિની ઉજવણી

સરદારકૃષિનગર ખાતે ગીતા જયંતિની ઉજવણી

  December 24,2020

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીસરદારકૃષિનગર ખાતે તા. ર૪મી ડીસેમ્બર,ર૦ર૦ ના રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે માગશર મહિનાની સુદ એકાદશીના દિવસે ભગવતગીતાની જન્મજયંતિગીતા જયંતિતરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગીતા જયંતિ તા. રપ/૧ર/ર૦ર૦ ના રોજ છે તથા આંતર રાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન તા. ર૧થી રપ ડિસેમ્બર દરમ્યાન કુરૂક્ષેત્ર ખાતે થઈ રહયું છે. આ વિશ્વવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે સરદારકૃષિનગર ખાતેગીતા જયંતિ નિમિતેગીતા સંદેશની વર્તમાન પ્રસ્તૃતાવિષય પર વેબીનાર તથા ઓનલાઈન ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત વિધાર્થીઓના મંત્રોચ્ચાર ધ્વારા કરવામાં આવી હતી.

અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધનમાં માન. કુલપતિશ્રી,ર્ડા.આર . એમ. ચૌહાણએ કર્મમાં આસ્થા રાખનાર સૌને ગીતા જયંતિની શુભેચ્છા પાઠવી વિધાર્થીઓને જીવનના આગામી દિવસોમાં શ્રી ગીતાજીની ઉપયોગીતા સમજાવી કર્મઠ જીવન માટે આર્શીવચન આપી પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્ય વકતા             ર્ડા. ડી. એ. ડોડીયાએ ગીતાની ઉત્પતિ અને અઢાર અધ્યાયનો આધ્યાત્મિક મર્મ સમજાવી સાંપ્રત પરિસ્થિતિમાં કર્મના સિધ્ધાંત નો મર્મ સમજાવી સાંપ્રત પરિસ્થિતિમાં કર્મના સિધ્ધાંત વિષે પ્રેરક સમજ આપેલ. ર્ડા. કલ્પેશ. ઠાકર,નિયામકવિધાર્થી કલ્યાણ અને ર્ડા. હિતેશ પટેલ,નિયામકઆઈ.ટી. ધ્વારા કાર્યક્રમમાં  ઉદઘોષણાસ્વાગત અને આભાર વિધિનું સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવેલ હતું.