Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / ''ગીતા શ્ર્લોક ગાન'' સ્પર્ધાનું આયોજન

''ગીતા શ્ર્લોક ગાન'' સ્પર્ધાનું આયોજન

  January 24,2021

  

સરદારકૃષિનગરદાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ અને નિયામકશ્રી, આઈ.ટી વિભાગના સંયુકત ઉપક્રમે ''ગીતા શ્ર્લોક ગાન'' સ્પર્ધાનું આયોજન વિધાર્થીઓમાં આધ્યાત્મિક જ્ઞાન વધે અને વૈદિકસંસ્કૃતિ વિષે જાગૃત્તા વધે તે શુભ આશયથી કરવામાં આવેલ હતું.

          આ સ્પર્ધામાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોના પોલીટેકનીક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં સાંપ્રત કોવીડ–૧૯ ની લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.

          આ સ્પર્ધામાં યુનિવર્સિટીની વિધાર્થીનીઓનો દબદબો રહયો હતો. જેમાં ગોસ્વામી પૃથ્વી, ચી.પ.કૃષિ મહાવિધાલયએ પ્રથમ ક્રમ, જોષી આદિતી, ચી.પ.કૃષિ મહાવિધાલયએ દ્રિતીય ક્રમ અને પરમાર પરિકુંવર, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલયએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ હતો. આબદલ વિધાર્થીનીઓને           ઈ–સર્ટીફીકેટ તથા ભાગવત ગીતા આપવામાં આવશે.  

          આ સ્પર્ધાનું આયોજન ર્ડા. કે.પી.ઠાકર નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ અને ર્ડા. એચ.બી.પટેલ, નિયામકશ્રી, આઈ.ટી. વિભાગ દ્રારા માન. કુલપતિશ્રી ર્ડા. આર. એમ. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

          આ તમામ વિધાર્થીનીઓને માન. કુલપતિશ્રી ર્ડા. આર. એમ. ચૌહાણ સાહેબ અને વિવિધ મહાવિધાલયના આચાર્યશ્રીઓ દ્રારા અભિનંદન પાઠવવામાં આવેલ.