Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કોરોનાના કપરા કાળમાં પણ બેંકમાં ૮.૦૦ થી ૧૦.૦૦ લાખનું પેકેજ મેળવતા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓ

કોરોનાના કપરા કાળમાં પણ બેંકમાં ૮.૦૦ થી ૧૦.૦૦ લાખનું પેકેજ મેળવતા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓ

  January 30,2021

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ ધ્વારા યુનિવર્સિટીના વિધાર્થીઓના અભ્યાસ બાદ ઉજજવળ કારર્કિદિ મળી રહે તે માટે ચી. પ. કૃષિ મહાવિધાલય (સરદારકૃષિનગર), કૃષિ મહાવિધાલય, થરાદ અને બાગાયત મહાવિધાલય (જગુદણ) તથા ડેરી સાયન્સ મહાવિધાલય (સરદારકૃષિનગર) ના વર્ષ ૨૦૨૦ માં ઉર્તિણ થયેલ વિધાર્થીઓના કૅમ્પસ ઇન્ટરવ્યુ તા. ૩૦/૦૧/૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત ભારતની નામાંકિત બેંક આઇ.ડી.બી.આઇ માં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટેના કૅમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત ઇન્ટરવ્યુમાં હાલમાં ચાલતી કોવિદ‌‌‌-૧૯ જેવી મહામારીને ધ્યાનમાં રાખી વિધાર્થીઓના ઑનલાઇન ગ્રુપ ડિસ્કસન અને પર્સનલ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ હતું.

          આ ઇન્ટરવ્યુ પ્રોસેસમાં યુનિવર્સિટીના કુલ ૯૬ વિધાર્થીઓ ગ્રુપ ડિસ્કસનમાં હાજર રહેલ હતા. જે પૈકી ૩૮ વિધાર્થીઓ પર્સનલ ઇન્ટરવ્યુ માટે પસંદગી પામેલ. જેમાથી ૯ વિધાર્થીઓની આ નામાંકિત બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે પસંદગી પામેલ છે. કોરોનાના કપરા કાળમાં અંદાજીત ૮.૦૦ થી ૧૦.૦૦ લાખના વાર્ષિક પેકેજની નોકરી મળતા વિધાર્થીઓ હાલમાં ખુશીનો માહોલ જોવા મળેલ.

          યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. એમ. ચૌહાણ તથા વિવિધ કોલેજના આચાર્યશ્રીઓએ પસંદગી પામેલ વિધાર્થીઓને અભિનંદન આપેલ અને ઉજજવળ ભવિષ્ય માટે શુભકામના કરેલ.

          નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકરના સીધા માર્ગદર્શન હેઠળ ડૉ. એસ.પી.પંડ્યા, જયપાલસિંહ ચાવડા અને ધ્રુવ પટેલએ સમગ્ર ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું સુંદર આયોજન કરેલ.