Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વિશ્વ વન્યજીવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વિશ્વ વન્યજીવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

  March 3,2021

કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એનવાયરમેંટલ એન્જીનિયરીંગ ખાતે ભારત સરકારના પર્યાવરણ,વન અને જળવાયુ પરીવર્તન મંત્રાલયના પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમ અંતર્ગત “નેશનલ ગ્રીન કોર્પ્સ” યોજના હેઠળ “ઈકો ક્લબ” કાર્યરત છે.

        પૃથ્વી પરથી લુપ્ત થતી વિવિધ પ્રજાતિઓની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ તેમજ જંગલોનું મહત્વ સમજાવવા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 3જી માર્ચને “વિશ્વ વન્યજીવ દિવસ” તરીકે જાહેર કરેલ છે. જે અન્વયે અત્રેની મહાવિદ્યાલય દ્વારા  “વિશ્વ વન્યજીવ દિવસ”ની ઉજવણી કરવામાં આવેલ. સદર ઉજવણીના ભાગરૂપે મહાવિદ્યાલયના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓને આજરોજ દાંતીવાડા ડેમની મુલાકાત માટે લઈ ગયેલ. શ્રી પી. એમ. પટેલ અને શ્રી જે. આર. સામરિયાએ વિદ્યાર્થીઓને દાંતીવાડા ડેમ વિષે માહિતગાર કરેલ તેમજ ડેમની આસપાસ વસતા વન્યજીવોની માહિતી આપેલ. સદર મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આગવા ઉત્સાહ સાથે પક્ષી-દર્શન પણ કર્યું હતું.

Tags : ,