Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / પશુપાલન પોલિટેકનિક દ્વારા યોજાયેલ કેમ્પસ ઇન્ટરવ્યુ

પશુપાલન પોલિટેકનિક દ્વારા યોજાયેલ કેમ્પસ ઇન્ટરવ્યુ

  March 16,2021

     પશુપાલન પોલિટેકનિક,સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,સરદારકૃષિનગર દ્વારા તારીખ ૧૬/૦૩/૨૦૨૧ ના રોજ કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન સેમિનાર હોલ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે કરવામાં આવેલ હતું. જેમાં બનાસ ડેરીએ ભાગ લીધેલ હતો. સૌ પ્રથમ તમામ ઉપસ્થિત પ્રતિનિધિઓનું ડો. એ. એસ. શેખ,આચાર્યશ્રી,પશુપાલન પોલિટેકનિક દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. ડૉ. એચ. એમ. પટેલ, મેનેજર, ડી.એચ., બનાસ ડેરી દ્વારા  એશિયાની પ્રસિધ્ધ એવી બનાસ ડેરીની સિધ્ધિઓ તેમજ તેની કાર્યપ્રણાલી વિશે ઉમેદવારોને માહિતગાર કરેલ હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. ડી. વી. જોષી, ડીન અને આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, સ. દાં. કૃ. યુ., સરદારકૃષિનગર દ્રારા ઉમેદવારોને જીવન ઉપયોગી માર્ગદર્શન તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.આ ઇન્ટરવ્યુમાં પશુપાલન પોલિટેકનિક ના અભ્યાસક્રમમાં ઉત્તિર્ણ થયેલ કુલ ૮૩ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સદર કેમ્પસ ઇન્ટરવ્યુ નું આયોજન ડો. જે. બી. પટેલ,પ્લેસમેન્ટ અધિકારી તથા ડૉ. એચ. એ. પટેલ, એસ.આર.સી દ્વારા કરવામાં આવેલ હતું. અંતમાં પ્લેસમેન્ટ અધિકારી દ્વારા સૌનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.