Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે માનસિક સ્વાસ્થ્ય વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે માનસિક સ્વાસ્થ્ય વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ

  March 19,2021

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીહસ્તકનીકોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગના એન.એન.એસ યુનિટ તથા એસ.આર.સી. ના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના ડો. વી. આર. મહેતા ઓડિટોરિયમ હૉલ ખાતે માનસિક સ્વાસ્થ્ય વિષય પર તા. ૧૯/૦૩/૨૦૨૧ ના રોજ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીહસ્તકની વિવિધ મહાવિધ્યાલયના કુલ ૨૦૦ થી વધુ વિધ્યાર્થીઓ,અધિકારીઓએ/કર્મચારીઓએ ઉલ્લાસભેર ભાગ લીધેલ. સદર પ્રોગ્રામની શરૂઆતમાં મહાવિધ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો. જી. કે. સક્સેના એ આમંત્રીત મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. ત્યારબાદ ધ્યાન હોસ્પિટલ,પાલનપુર ખાતેથી આવેલ  વિષય નિષ્ણાત ડો દેવેન્દ્ર ચૌધરી (એમ.ડી. સાયક્રિયાટ્રી) એ માનસિક રોગોના પ્રકાર તથા તેના નિવારણની ઉદાહરણ સાથે વિસ્તૃત માહિતી આપેલ. વધુમાં યુનિવર્સિટી હસ્તકના હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. કૃણાલ મોદી એ પણ વિષયને અનુરૂપ તેમનું વ્યકતવ્ય આપ્યું. આમ,સદર પ્રોગ્રામને સફળ બનાવવા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર,એસ.આર.સી ઇન્ચાર્જ તથા મહાવિધ્યાલયના કર્મચારીઓએ યોગદાન આપેલ.. પ્રોગ્રામના અંતે અત્રેની મહાવિધ્યાલયના એન.એસ.એસ. પ્રોગ્રામ ઇન્ચાર્જ ડો.ડી.બી. પટેલએ સૌનો આભાર વ્યક્ત કર્યો.