Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર ખાતે વૃક્ષારોપાણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર ખાતે વૃક્ષારોપાણ કાર્યક્રમ યોજાયો

  June 5,2021

૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,સરદારકૃષિનગર હસ્તકની વિવિધ મહાવિધાલય દ્વારા અને નિયામકશ્રી,વિધાર્થી કલ્યાણના સંયુક્ત ઉપક્રમે કોવિડ- ૧૯ ની ગાઇડલાઇન મુજબ માસ્ક તેમજ સોસિયલ ડિસ્ટન્સ સાથે વૃક્ષા રોપાણ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. 

        વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતેસરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,સરદારકૃષિનગરના હોસ્ટેલ સંકુલમાં આવેલનવીન પી.એચ.ડી. હોસ્ટેલ આગળ ભૂમિપૂજન તેમજ વૃક્ષા રોપાણ કાર્યક્રમ માનનીય કુલપતિશ્રી ડૉ. આર. એમ. ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમમાં ત્યારબાદ સંશોધન નિયામકશ્રી ડૉ. બી. એસ. દેવરા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. વી.ટી.પટેલ, રજીસ્ટ્રારશ્રી ડૉ. કે. કે. પટેલ તેમજ વિવિધ મહાવિધાલયના ડીનશ્રીઓ યુનિવર્સિટી અધિકારીશ્રીઓદ્વારા વૃક્ષા રોપાણ કરવામાં આવેલ. તથા આગામી બે માસની અંદર અંદાજીત 400 જેટલા ફળાઉ વૃક્ષો વાવવા માટેનું આયોજન કરવામા આવ્યું. 

        કૃષિ યુનિવર્સિટી હસ્તકની  થરાદ,જગૂદણ,ખેડબ્રહમા,ડીસા અને અમીરગઢ કોલેજો તેમજ વિવિધ સંશોધન કેન્દ્રો ખાતે પણ અધિકારીગણ દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમ કરવામાં આવેલ.

        આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. કે.પી.ઠાકરનિયામકશ્રી, વિધાર્થીકલ્યાણ, ડૉ. એસ. ડી. સોલંકી,આચાયૅશ્રી, ચી. પ. કૃષિ મહાવિધાલય, ડૉ.એચ. એસ. ભદોરિયા, પ્રો. જયપાલસિંહ ચાવડા, શ્રી ડી. બી. પટેલ તેમજ વિવિધ મહાવિધાલયના રેકટરશ્રીઓએ સાથસહકાર આપેલ.