Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોનમેન્ટલ એન્જીનિયરીંગ દ્રારા “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી

કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોનમેન્ટલ એન્જીનિયરીંગ દ્રારા “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી

  June 5,2021

તા.૦૫,જૂન,૨૦૨૧ના રોજ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટિની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરોનમેન્ટલ એજીનિયરિંગ દ્રારા પર્યાવરણ વિષે જન-જાગૃતિના હેતુથી “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવેલ. યુનાઇટેડ નેશન્સ દ્રારા આ વર્ષે નક્કી કરવામાં આવેલ થીમ              “Restorationof Ecosystem”ને સાર્થક બનાવવા ઉજવણી માં અત્રેની યુનિવર્સિટિના માન.કુલપતિશ્રી ડો.આર.એમ.ચૌહાણ,મહાવિધાલયના આચાર્યશ્રી ડો.જી.કે.સક્સેના,પ્રાધ્યાપકશ્રીઓ,કર્મચારીઓ હાજર રહ્યા હતા. અત્રેની યુનિવર્સિટિના માન.કુલપતિશ્રી દ્રારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્શિત રહેલ સર્વેને ઈકોસીસ્ટમ તેમજ વૃક્ષોના આગવા મહત્વ વિષે જાગૃત કર્યા. ત્યારબાદ અત્રેની મહાવિધાલયના આચાર્યશ્રી દ્રારાપર્યાવરણ તેમજ ઈકોસીસ્ટમની જાળવણી વિશે જાગૃતિ અંગે ઉદબોધન આપવામાં આવેલ. તદ્દઉપરાંતવિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિધાર્થીઓ દ્વારા“Restorationof Ecosystem”થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. સદર કાર્યક્રમને સફળ બનાવવા મહાવિધાલયના આચાર્યશ્રી તથા પ્રાધ્યાપકશ્રીઓ,કર્મચારીઓએ યોગદાન આપેલ.