Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / એન.સી.સી. કેડેટ્સ માટે બી સર્ટિફિકેટની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન

એન.સી.સી. કેડેટ્સ માટે બી સર્ટિફિકેટની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન

  June 18,2021

આજરોજ તા.૧૮/૦૬/૨૦૨૧ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યુનિવર્સિટીના વિવિધ મહાવિધ્યાલયના એન.સી.સી. કેડેટ્સ માટે બી સર્ટિફિકેટની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન માન.કુલપાતિશ્રી ડૉ. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન મુજબ ૩૫, ગુજરાત બટાલિયન એન.સી.સી. યુનિટ,પાલનપુર દ્રારા કરવામાં આવેલ. જેમાં યુનિવર્સિટીનાવિવિધ મહાવિધ્યાલયના કેડેટ્સએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. આ પરીક્ષામાં ડ્રિલ, વેપન, મેપ રીડિંગ જેવી વિવિધ પ્રવૃતિઓ થકી કેડેટ્સની ક્ષમતા ચકાસવામાં આવી હતી. સંપૂર્ણ પરીક્ષા દરમ્યાન સરકારશ્રી દ્રારા જાહેર કરવામાં આવેલ કોરોના મહામારીને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવેલ. સદર પ્રોગ્રામને સફળ બનાવવામાંડૉ. કે. પી. ઠાકર, નિયામકશ્રી વિધ્યાર્થી કલ્યાણ, શ્રી. પી એમ. પટેલ, યુનિવર્સિટી એન. સી. સી. કોર્ડીનેટર, શ્રી જયપાલ ચાવડા, યુનિવર્સિટી એન. એસ. એસ. કોર્ડીનેટર, શ્રી. ડી. બી. પટેલ ફિજિકલ ઇન્સ્ટ્રક્ટરતેમજ નિયામકશ્રી વિધ્યાર્થી કલ્યાણની કચેરીના સર્વે કર્મચારીઓએ મહત્વનો ભાગ ભજવેલ.