Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / " આંતર રાષ્ટ્રિય યોગા દિવસ"

" આંતર રાષ્ટ્રિય યોગા દિવસ"

  June 21,2021

વિશ્વભરમાં 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. એની થીમ યોગ ફોર વેલનેસ છે.  યોગના શારીરિક,માનસિક મહત્વને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સંઘે તા.૨૧મી જૂન " આંતર રાષ્ટ્રિય યોગા દિવસ" તરીકે વિશ્વભરમાં ઉજવવાનું નક્કી કરાયેલ છે. તેના ભાગ રૂપે ભારત ભરના વિવિધ સ્થળોએ નિયત કાર્યક્રમ મુજબ તા.૨૧.૦૬.૨૦૨૧ના રોજ સવારે ૭.૦૦ થી ૭.૪૫ કલાક દરમ્યાન ઓનલાઇન યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,સરદારકૃષિનગર  ખાતે " ઓનલાઇન યોગ"નું  આયોજન કરવામાં આવેલ હતુ. આજ રોજ આપણા માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સંબોધન કરતાં જણાવેલ કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. એવામાં કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ બન્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં વિશ્વના મોટા દેશોમાં ભલે મોટા કાર્યક્રમનું આયોજન ન થયું હોય, પરંતુ યોગ પ્રત્યે ઉત્સાહ ઓછો થયો નથી. આ વખતની થીમ યોગ ફોર વેલનેસએ લોકોમાં યોગ પ્રત્યેનો લગાવ વધાર્યો છે.

        આ "ઓનલાઇન યોગ" કાર્યક્રમ માન. કુલપતિશ્રી ડૉ. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીની વિવિધ મહાવિધલયો,સંશોધન કેન્દ્રો,પેટા કેન્દ્રો,પોલીટેકનીક,એન.એસ.એસ. સ્વયં સેવકો,એન.સી.સી. કેડેટ્સ તેમજ યુનિવર્સિટીની વિવિધ કચેરીઓના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહપુર્વક ભાગ લઇ "યોગ" કાર્યક્રમને સફળ બનાવેલ.