Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / ઉનાળુ બાજરીના સંશોધન માટે દાંતીવાડા કેન્દ્રની પસંદગી

ઉનાળુ બાજરીના સંશોધન માટે દાંતીવાડા કેન્દ્રની પસંદગી

  July 31,2021

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ શિક્ષણ,કૃષિ સંશોધન અને કૃષિ વિસ્તરણ ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ ચાલે છે. ઉત્તરગુજરાત અને કચ્છના સુકા વિસ્તારના પાકોને અનુરૂપ સંશોધન કાર્ય યુનિવર્સિટી ધ્વારા નિરંતર કરવામાં આવે છે. ઉનાળુ બાજરીએ ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક છે.

તાજેતરમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ- એઆઈસીઆરપી ઓન પર્લ મીલેટ4મંડોર4 જોધપુર ધ્વારા યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની બાજરી સંશોધન કાર્યશાળામાં બાજરીના પાક પરની સંશોધન પ્રવૃતિઓની સમીક્ષા કરવામાંઆવી. જેમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા.આર.એમ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પાક સુધારણા કેન્દ્ર ખાતે ર્ડા.એમ.એસ.પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી બાજરી સંશોધન યોજનાની હાલની સંશોધનની પ્રવૃતિઓને ધ્યાને લઈઉનાળુ બાજરીના સંશોધન માટે સરદારકૃષિનગરને પ્રથમવાર મુખ્ય કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યુ. ગુજરાત રાજયમાં લગભગ ૨.૭ લાખ હેકટર વિસ્તારમાં ઉનાળુ બાજરીનું વાવેતર કરવામાં આવે છે. જેથી બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતના સુકા અને અર્ધસુકા વિસ્તારોમાં  પિયતની સુવિધા વધતાં ઉનાળુ બાજરીની ખેતી કરતા ખેડૂતોને ભવિષ્યમાં વધુ ઉત્પાદન આપતી તેમજ ઉંચા  ઉષ્ણતામાને ટકી શકે તેવી ગુણવત્તાયુકત ઉનાળુ બાજરીની જાતો ભલામણ કરવામાં આવશે. જેથી પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. 

Tags : ,