Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર ખાતે રૂરલ બીઝનેસ ઇન્કયુબેશન સેન્ટર કાર્યરત

સરદારકૃષિનગર ખાતે રૂરલ બીઝનેસ ઇન્કયુબેશન સેન્ટર કાર્યરત

  July 31,2021

કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્ર દ્વારા ગ્રામિણ વિકાસને પ્રોત્સાહન આપવા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં કુલપતિશ્રીર્ડા.આર.એમ.ચૌહાણના સંનિષ્ઠ પ્રયત્નોથકી યુનિવર્સિટીને નાબાર્ડના સહયોગથી રૂ.૧૦.૩૧ કરોડના અનુદાન સાથે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ રૂરલ બીઝનેશ ઇન્ક્યુબેશન સેન્ટરની મંજુરી મળેલ છે. આ સેન્ટરનું ઉદઘાટન નાબાર્ડના ચેરમેન ર્ડા.સી.આર.ચીન્ટાલાના હસ્તે તા.૩૦/૭/૨૦૨૧ના રોજ માન.કુલપતિશ્રી ર્ડા.આર.એમ.ચૌહાણની ઉપસ્થિતિમાં દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું. જેમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર, યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેલ. સદર સેન્ટરના નોડલ અધિકારી તરીકે સંશોધન નિયામકશ્રી ર્ડા.બી.એસ.દેવરાની નિયુક્તિ કરવામાં આવી છે. આ સેન્ટરનો લાભ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિવિધ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર રાજ્યમાં ગામડાના છેવાડા સુધી રહેતા કોઇપણ યુવા ભાઇ-બહેન લઇ શકશે.જેમાં કૃષિ અને તેને સંલગ્ન કોઇપણ વ્યવસાય જેવા કે પ્રોસેસીંગ યુનિટ, મુલ્યવૃદ્ધિ, કૃષિ પેદાશની નિકાસ, બેકરી, દૂધ અને દૂધની બનાવટો, બાયો પેસ્ટીસાઇડ, બાયો ફર્ટીલાઇઝર જેવા અનેક વ્યવસાયો અંગે માર્ગદર્શન આપવાથી માંડીને પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે ત્યાં સુધીનું જ્ઞાન આપવામાં આવશે. ગુજરાતના કોઇપણ યુવાનને કૃષિ અને તેને સંલગ્ન વ્યવસાય કરવા માટેના તમામ તબક્કાઓ જેવા કે વ્યવસાયનું રજિસ્ટ્રેશન કરાવવું, લાયસન્સ મેળવવું, મશીનરીની ખરીદી, બેન્ક લોન જેવી પ્રક્રિયાઓ માટે સેન્ટર દ્વારા મદદ કરવામાં આવશે. સેન્ટર ખાતે યુવાનોને રહેવાની તેમજ જમવાની સુવિદ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, સફળ કૃષિ ઉદ્યમી બની વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં યુનિવર્સિટી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.