Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / ગુજરાત કક્ષાએ ગુણવત્તાયુક્ત સંશોધનનાં સ્ટાઈપેન્ડ મેળવનાર સરદારકૃષિનગરના પી.એચ.ડી. વિધાર્થીઓ

ગુજરાત કક્ષાએ ગુણવત્તાયુક્ત સંશોધનનાં સ્ટાઈપેન્ડ મેળવનાર સરદારકૃષિનગરના પી.એચ.ડી. વિધાર્થીઓ

  July 26,2021

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની વિવિધ મહાવિધાલયોમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરતાં વિધાર્થીઓને માસિક ` ૧૫,૦૦૦/- (બે વર્ષ સુધી) સ્ટાઇપેન્ડ તેમજ વાર્ષિક ` ૨૦,૦૦૦/- અન્ય આનુષંગિક ખર્ચ પેટે આપવાની યોજના અમલમાં છે. ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તા સભર સંશોધન થાય તે હેતુ થી શોધ યોજના હેઠળ દરેક મહાવિધાલયમાંથી પી.એચ.ડી કોર્ષમાં રેગ્યુલર ફુલ ટાઈમ મોડમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ. જે પૈકી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૩૮ વિધાર્થીઓએ આ યોજનામાં અરજી કરેલ. જેમાંથી ૩૭ વિધાર્થીઓને તેમના હાઇ ક્વોલિટી રિસર્ચ માટે હક્કદાર થયેલ હતા. જે અંતર્ગત તા.૨૬.૦૭.૨૦૨૧ ના રોજ કે.સી.જી, અમદાવાદ દ્રારા ૯૯૧  પી.એચ.ડી. વિધાર્થીઓનું  પસંદગી લિસ્ટ જાહેર કરવામાં આવેલ.
    અત્રેની યુનિવર્સિટીના ૩૭ વિધાર્થીઓની આ યોજનામાં પસંદગી થતા યુનિવર્સિટીના વિવિધ મહાવિધાલયના આચાર્યશ્રીઓએ પસંદગી પામેલ સર્વે વિધાર્થીઓને અભિનંદન આપેલ. યુનિવર્સિટીના પસંદગી પામેલ ૩૭ વિધાર્થીઓ પૈકી ચી. પ. કૃષિ મહાવિધાલયના-૨૮, બાગાયત મહાવિધાલય, જગુદણના-૮ અને પશુચિક્ત્સા અને પશુપાલન મહાવિધાલય-૧ ના વિધાર્થીઓ સ્ટાઇપેન્ડ માટે પસંદગી પામેલ હતા.
    માન. કુલપતિશ્રી ડૉ. આર. એમ. ચૌહાણ તેમજ અનુસ્નાતક કક્ષાના ડીનશ્રી ડૉ. બી. એસ. દેવરાએ વિધાર્થીઓને અભિનંદન આપી જણાવ્યુ હતું કે આ સિધ્ધિ મેળવનાર વિધાર્થીઓ યુનિવર્સિટીનું ગૌરવ છે, આ સિધ્ધિથી બીજા વિધાર્થીઓને પણ પ્રેરણા મળશે.  
    આ ફેલોશિપ માટે વિધાર્થીઓને પ્રોત્સાહન, અરજી માટે જરૂરી માર્ગદર્શન તથા સબમિશન માટે ડૉ. કે. પી. ઠાકર, નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણ, શ્રી જે. એમ. ચાવડા તથા શ્રી જીજ્ઞેશ એન. ગામીતે ખૂબ જહેમત ઉઠાવી હતી.      
    આ યોજના થકી પ્રતિભાશાળી વિધાર્થીની આર્થિક સંકડામણ દૂર થશે તેમજ પી.એચ.ડી.નો અભ્યાસપૂર્ણ કરી, રાજ્યને ગુણવત્તા સભર સંશોધન આપવામાં ભાગીદાર બનશે. જે તેની ફળશ્રુતિ હશે. 

Tags : ,