Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

  August 5,2021

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર હેઠળ ચાલતી અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજના દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંગેનો ઓનલાઇન કાર્યક્રમ તા. ૦૫/૦૮/૨૦૨૧ના રોજ યોજાયો જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત ૯૦૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત ડૉ. બી.એસ. દેવરા, સંશોધન નિયામકશ્રી દ્વારા સ્વાગત ઉદ્દબોધનથી કરવામાં આવી. ત્યાર બાદ અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજનાનાં રાષ્ટ્રીય પરિયોજના પ્રભારી ડૉ. એન. રવિશંકરેજૈવિક ખેતી જન જાગ્રુતતા  અભિયાન કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવતા જણાવેલ કે દેશનાં વિવિધ રાજ્યોના મુખ્ય ૨૦ નેટવર્ક પરિયોજના સાથે સંકળાયેલ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલ નવિન ટેકનોલોજીને ખેડુતો સુધી પહોંચાડવાનુ છે.

       આ ક્રાર્યક્રમના  અધ્યક્ષ મહોદય ડૉ. આર.એમ. ચૌહાણ, કુલપતિ,  સ.દાં.કૃષિ યુનિવર્સિટીએ અધ્યક્ષીય ઉદ્બબોધનમાં જણાવેલ કે  ભારત દેશનાં સ્વતંત્રતાના ૭૫ વર્ષ પુર્ણ થવાની ખુશીમાં આ જૈવિક ખેતી જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ આજના સમયની માંગને લઇ ખુબ જ અગત્યના સમયમાં આયોજન કરેલ છે તે ધન્યવાદને પાત્ર છે તેમજ આ વિશેષ કાર્યક્રમ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના ખેડૂતોને જૈવિક ખેતીનું પ્રોત્સાહન આપી દેશનાં નાગરિકને જૈવિક ખેતી આધારીત પેદાશો મળી રહેશે અને દેશમાં કુપોષણનું પ્રમાણ ઘટશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. આ અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજનાનાં નિર્દેશકશ્રી ડૉ. એ.એસ. પંવારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશનાં ખેડુતો નવી જૈવિક તકનીકી અપનાવી જૈવિક ખેતીમાં ક્રાંન્તિ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ. કેન્દ્રના યોજના પ્રભારી  ડૉ. એલ.જે. દેસાઇએ પરિયોજના હેઠળ કાર્યરત સંશોધનો જેવા કે વિવિધ જૈવિક પાક પધ્ધતિઓ, જૈવિક ખેતી હેઠળ વિસ્તારને અનુકુળ પાકની જાતોનો અભ્યાસ અને જૈવિક સંકલિત ખેતી પધ્ધતિ મોડેલ અંગે વિગતવાર માહીતી આપેલ.  આ ઉપરાંત આ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા જૈવિક ખેતીમાં પાક પોષણ, નિંદણ નિયંત્રણ, પાક સંરક્ષણ વિશે તેમજ GOPCA, ગુજરાતના અધિકારી દ્વારા જૈવિક ખેતીનુ પ્રમાણન અંગે માર્ગદર્શન આપેલ.  આ કાર્યક્રમમાં કેન્દ્ર હેઠળ ચાલતી ઓન ફાર્મ યોજનાનાં અધિકારી/કર્મચારીઓ દ્વારા ખેડુત લાભાર્થીઓને પણ ગ્રામ્ય કક્ષાએ એકત્રિત કરી ઓંલાઇન કાર્યક્રમમાં જોતરેલ. કાર્યક્રમનાં અંતમાં ખેડુતો દ્વારા વિષય નિષ્ણાતો સાથે પરામર્શ કરી પોતાના પ્રશ્નોની ખુબ જ સારી રીતે છણાવટ કરી. અંતમાં  યોજનાના સહ પ્રભારી શ્રી પી.કે.પટેલ દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરેલ. આ સમગ્ર ઓનલાઇન કાર્યક્રમનુ સફળ સંચાલન યોજનાના સહ પ્રભારી ડૉ. કુંજલ.એમ.પટેલ દ્વારા કરવામાં આવેલ.