Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરિંગ દ્વારા “રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત અને સંપાદિત ગીતોનું કાવ્યગાન(શૌર્યગીત, લોકગીત)” ની સ્પર્ધા યોજાઇ

કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરિંગ દ્વારા “રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત અને સંપાદિત ગીતોનું કાવ્યગાન(શૌર્યગીત, લોકગીત)” ની સ્પર્ધા યોજાઇ

  September 4,2021

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનીયરિંગ દ્વારા તા.૦૪/૦૯/૨૦૨૧ ના રોજ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત અને સંપાદિત ગીતોનું કાવ્યગાન(શૌર્યગીત, લોકગીત)સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં મહાવિધ્યાલયના    વિદ્યાર્થીએઓ ઉત્સાહભેર ભાગ લીધેલ. આચાર્યશ્રી ડૉ. આર. એન. સિંગ એ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને આવકારેલતથા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન ચારિત્ર્ય તેમજ આઝાદીની ચળવળમાં તેમના દ્વારા રચિત શૌર્યગીતોએ ભજવેલ ભાગ વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. કાવ્યગાન સ્પર્ધામાં વિશેષ નિર્ણયકગણ તરીકેજિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરીમાંથી પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી દ્રષ્ટિબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.  

વિદ્યાર્થીઓએચારણ કન્યા,કસુંબીનો રંગ,મોર બની થનગાટ કરે જેવા ઉર્જાભરેલ ગીતો ગાઈને સ્પર્ધાને ખૂબ જ રોમાંચક બનાવેલ. સદર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે મહેતા વિવેક,દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ જયવીનતથા તૃતિય ક્રમાંકે પટેલ હિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનુ આયોજન તેમજ સંચાલન આચાર્યશ્રી ડૉ. આર. એન. સિંગ ની રાહબરી હેઠળ શ્રી જે. આર. સામરીયા અને ડૉ. ડી. બી. પટેલ દ્વારા કરવામાં આવેલ.