Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે “ખેતી ઊપજની નિકાસ” વિષય ઉપર એક દિવસીય કાર્યશાળા યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે “ખેતી ઊપજની નિકાસ” વિષય ઉપર એક દિવસીય કાર્યશાળા યોજાઇ

  December 12,2019

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર અને વિદેશ વ્યાપાર મહાનિદેશાલય,નવી દિલ્હી ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૯/૧૧/૨૦૧૯ના રોજ “ખેતી ઊપજની નિકાસ” વિષય ઉપર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા યુનિવર્સિટી ઓડીટોરીયમ હૉલ ખાતે માનનીય કુલપતિ ડો. આર.કે. પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. આ એક દિવસીય કાર્યશાળામાં ડો. ડી.એ. ડોડીયા,આચાર્ય અને ડીનશ્રીએ સૌ પ્રથમ સૌને આવકાર્યા. ત્યાર બાદ,શ્રી. જયપ્રકાશ ગોયલ,વડા (એફ.આઈ.ઈ.ઓ) એ તેમના વક્તવ્યમાં જણાવેલ કે,ખેતીનું અંદાજીત ૧૭% યોગદાન દેશના જી.ડી.પી. માં રહેલ છે અને તેમાં ગુજરાત દ્વારા પકવવામાં આવતા  કપાસ, મગફળી,વરીયાળી અને જીરાનું યોગદાન ખુબજ મહત્વનુ છે. ભારત દેશે તેના જી.ડી.પી વધારવા માટે ખેતી ઊપજને મૂલ્ય વર્ધિત કરીને નિકાસ કરવાની જરૂરિયાત છે. ડો. આર.કે. પટેલ,માનનીય કુલપતિ સાહેબે તેમના પ્રવચનમાં દેશના ભૂતકાળની જાહોજલાલીની વાત કરી હતી અને તે વખતના જી.ડી.પી. બાબતે માહીતી આપેલ. દેશમાં વિવિધ પ્રકારની ખેત આબોહવાકીય પરિસ્થિતી હોવાથી કૃષિ નિકાશની ખુબજ મોટી શક્યતાઓ રહેલ છે. ભારતે છેલ્લા દશકામાં કૃષિ અને બાગાયતક્ષેત્રે હરણફાળ ભરેલ છે. પરંતુ વરસાદ આધારિત ખેતી,સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવ,વાતાવરણની અસમાનતા અને નવીન ટેકનોલોજીના અમલીકરણના અભાવના કારણે ઉત્પાદન પર માઠી આસર જોવા મળેલ છે. આજની  આ એક દિવસીય  કાર્યશાળાના  આયોજન દ્વારા કૃષિ વૈજ્ઞાનિક,ખેડૂત,નિકાસકાર અને આયોજન કરનાર અધિકારીઓ એકજ પ્લેટફોર્મ પરા ભેગા થઈ,યોગ્ય ચર્ચા કરી અને નિકાસ કરવામાં પડતી અડચણો દૂર કરવામાં સહાયરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે “કૃષિ પેદાશની નિકાસની તકો”નું વિમોચન પણ કરવામાં આવેલ હતું. એક દિવસીય કાર્યશાળામાં અંદાજીત ૧૮૦ ખેડૂત ભાઈઓ-બહેનો,૩૭૦ વિધાર્થી-વિધાર્થીનીઓ,૧૮૦ કૃષિ વૈજ્ઞાનિકો અને ૧૦ નિકાસકારોએ ભાગ લીધેલ હતો. ત્યારબાદ ડો. કે.પી. ઠાકર,પ્રાધ્યાપક અને વડા (કૃષિ અર્થશાસ્ત્ર) અને ઓર્ગેનાઇઝીગ સેકેટરીએ આભાર વિધી કરેલ.