Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કૃષિ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય સ્તરનાં વિન્ટર સ્કુલનું આયોજન

કૃષિ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય સ્તરનાં વિન્ટર સ્કુલનું આયોજન

  December 10,2019

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કુદરતી સંસાધન વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આયોજિત અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી  પુરસ્કૃત “એન્હાન્સીંગ વોટર પ્રોડકટીવીટી ઇન એગ્રીકલ્ચર ફોર સ્કેરસીટી ઝોન” વિષયક ૨૧ દિવસીય વિન્ટર સ્કૂલનો સમાપન કાર્યક્રમ તા. ૧૦/૧૨/૨૦૧૯ ના રોજ માન. કુલપતિશ્રી             ડો. આર. કે. પટેલના હસ્તે કરવામાં આવેલ. તેઓશ્રી દ્રારા જુદા જુદા નવ રાજ્યોમાંથી આવેલ ૨૩ તાલીમાર્થી અધિકારીશ્રીઓને મેળવેલ જ્ઞાન અને અનુભવનો પોતાના કાર્યક્ષેત્રમાં ઉપયોગ દ્રારા પ્રચાર પ્રસાર કરવા અને ઉત્પાદકતા વધારવા માટે હાકલ કરવામાં આવેલ. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલ સરદાર સરોવર યોજનાના નિયામકશ્રી પ્રો. આર. બી. મારવીયા એ પિયત પાણીના યોગ્ય સંરક્ષણ, વ્યવસ્થાપન અને કરકસરભર્યા ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવવા કાર્યશીલ થવા જણાવેલ.

આ પ્રસંગે યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ સહીત મોટી સંખ્યામાં કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. કોર્ષ ડાયરેક્ટરશ્રી ડો. બી. એસ. દેવરા દ્વારા સદર વિન્ટર સ્કૂલનો વિસ્તૃત અહેવાલ સારાંશ રૂપે રજુ કરેલ. કોર્ષ    કો-ડાયરેક્ટરશ્રી ડો. સી. કે. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને શ્રી ડો. બી. એસ. પરમાર દ્વારા આભાર વિધી કરવામાં આવેલ. આ પ્રસંગે વિષય નિષ્ણાંતશ્રીઓ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યાનોના સંપુટનું વિમોચન પણ કરવામાં આવેલ.