Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તા.૧૮.૦૧.૨૦૨૦ ના રોજ કૃષિ મહાવિદ્યાલય, થરાદ તા. થરાદ ખાતે ટકાઉ કૃષિ ઉત્પાદન અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ ખેડૂત શિબિરનું ઉદ્ઘાટન માન.કુલપતિ અને અધ્યક્ષશ્રી ડૉ.આર.કે.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.વી.ટી.પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમ લી. ગાંધીનગર કાર્યવાહક સંચાલકશ્રી (કૃષિ), ડૉ. આર.બી.મારવીયા, સરદાર સરોવર નર્મદા નિગમ લી., થરાદ અધિક્ષક્ ઈજનેર શ્રી એચ.ડી.ચૌહાણ, ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, થરાદ, ડૉ.આર.એલ.મીના, પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા), બનાસકાંઠા શ્રી એચ.જે.જિન્દાલ દ્વારા કરવામાં આવ્યું. આ ખેડૂત શિબિરમાં કે.વી.કે., થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા, ડૉ.ડી.બી.પટેલ, સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીના મદદ.વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી, શ્રી આર.સી.પ્રજાપતિ, ચી.પ.કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના સહ પ્રધ્યાપક, ડૉ.ડી.એમ.પટેલ, ડૉ.જે.કે.પટેલ અને કુદરતી સંસાધન વ્યવસ્થાપન કેન્દ્ર, સરદારકૃષિનગરના ડૉ.બી.એસ.પરમાર તેમજ ૨૫૦ જેટલા બહોળી સંખ્યામો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ ખેડૂત શિબિરનો હેતુ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.વી.ટી.પટેલે ખેડૂતોને સમજાવેલ. માન.કુલપતિ અને અધ્યક્ષશ્રી ડૉ.આર.કે.પટેલે ખેડૂતોને પાણીનું મહત્વ સમજાવતા જણાવેલ કે હવે નવું પાણી બનાવી સકાસે નહિ. પૃથ્વી પર કુલ પાણીનો ઉપલબ્ધ ૦.૫ ટકા પાણીમાંથી ખેતી માટે ૭૦ ટકા પાણીનો જથ્થો આપણે વાપરીએ છીએ તેને સમજી વિચારી વાપરવાની જરૂરિયાત છે. તે માટેની સમજ જેટલી વહેલી કેળવીએ તે આપણા હિતમાં છે. તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ટકાઉ પિયત ખેતીના અગત્યના મુદા, પાણીના કાર્યક્ષમ્ ઉપયોગ માટે સુક્ષ્મ્ પિયત પદ્ધતિનો ઉપયોગ, વધુ પડતા પિયતની આડ અસર અને જમીન સ્વાસ્થય અંગે ખેડૂતોને વિસ્તૃતમાં સમજાવેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આર.સી.પ્રજાપતિ, મદદ. વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી દ્વારા કરવામો આવેલ.
Tags : ટકાઉ કૃષિ ઉત્પાદન અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન વિષય પર કૃષિ મહાવિદ્યાલય, થરાદ ખાતે કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડૂત શિબિર,
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU