Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સમાવીષ્ઠ તમામ જીલ્લાઓની વિભાગીય સંશોધન અને વિસ્તરણ અમલીકરણ સલાહ સમિતિ (ઝર્ક) ખરીફ ઋતુ-૨૦૨૦ પૂર્વની એકત્રીસમી બેઠક સરદારકૃષિનગર ખાતે તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ ડૉ આર.એન.સિંગ, સંશોધન નિયામક અને અનુસ્નાતક વિધાશાખાધ્યક્ષ, સ.દા.કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરની અધ્યક્ષતા હેઠળ મળેલ હતી. આ બેઠકમાં યુનિવર્સિટી હસ્તકના સંશોધન કેન્દ્રોના વૈજ્ઞાનિકશ્રીઓ/ પ્રાદ્યાપકશ્રીઓ/ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ/નાયબ બાગાયત અધિકારીશ્રીઓ/નાયબ પશુપાલન અધિકારીશ્રીઓ/ આત્માના પ્રોજેકટ ડાયરેક્ટરશ્રીઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો મળી કુલ ૮૫ જેટલા અધિકારીશ્રીઓ હજાર રહેલા. સદર બેઠકમાં વિવિધ જિલ્લાના ખેતી/ બાગાયતી પ્રશ્નો અને હકારત્મક નિરાકરણની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
ડૉ આર.એન.સિંગ, સંશોધન નિયામક અને અનુસ્નાતક વિધાશાખાધ્યક્ષ, સ.દા.કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દ્વારા જણાવવામાં આવેલ કે, ફિલ્ડ લેવલે કામ કરતાં તમામ અધિકારીશ્રીઓએ સંશોધન માટેના જરૂરી પ્રતિસાદ આપવા જોઈએ જેથી સંશોધન સિસ્ટમમાં આ મુદા લઈ શકાય. યુનિવર્સિટી, સરકારના વિવિધ વિભાગો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને આત્માના સહયોગથી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ થાય તેમજ યુનિવર્સિટીની ટેક્નોલૉજી ખેડૂતો સુધી પહોચે તે માટે સહિયારા પ્રયત્નો થઈ રહ્યા છે તે સરહાનીય છે.
ડૉ વી.ટી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે, ફિલ્ડ લેવલે કામ કરતાં તમામ અધિકારીશ્રીઓએ યુનિવર્સિટીની તજજ્ઞતાઓ ખેડૂતો મુળ સ્વરૂપે અપનાવે તે જોવા તથા તેમાં કૃષિ રસાયણોનો ઉપયોગ ઘટાડી શકાય કે નિવારી શકાય તેવી ટેક્નોલૉજી અપનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો હાલના સાંપ્રત પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ ખર્ચ ઘટતા ખેડૂતોની આવક વધે.
શ્રી બી.એન.પટેલ, નાયબ ખેતી નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે, સજીવ ખેતી બાબતે ખેડૂતોમાં જાગૃતતા આવી રહી છે. જે અન્વયે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ અને વૈજ્ઞાનિકોશ્રીઓ દ્વારા ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે પ્રચાર પ્રસારની પ્રવૃતિઓનો વેગ વધારવો જોઈએ.
Phone: (02748)278226
Fax: (02748)278234
Sardarkrushinagar - 385506.
Dist : Banaskantha.
Gujarat,India.
Copyright © SDAU. All rights reserved. | Terms for Use | Privacy Statement | Maintained By : Information Technology Cell, SDAU