Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / સરદરકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વન્ય-જીવ સપ્તાહ”ની ઉજવણી

સરદરકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વન્ય-જીવ સપ્તાહ”ની ઉજવણી

  October 14,2019

કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગ ખાતે ભારત સરકારના પર્યાવરણ,વન,જળવાયુ પરિવર્તન મંત્રાલયના પર્યાવરણ સંરક્ષણના કાર્યક્ર્મ અંતર્ગત “નેશનલ ગ્રીન કોર્પ્સ” યોજના હેઠળ ‘ઇકો ક્લબ’કાર્યરત છે.

       વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન,જંગલોનું મહત્વ સમજાવવા તેમજ વન્ય જીવસૃષ્ટિ અને જંગલોના રક્ષણ અને તેમના પ્રત્યે આત્મીયતા કેળવાય તે હેતુસર તા.૦૨/૧૦/૨૦૧૯ થી તા.૦૮/૧૦/૨૦૧૯ સુધી જન-જાગૃતિ માટે વન્ય-જીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. સદર ઉજવણીના ભાગરૂપે અત્રેની કોલેજ ખાતે વિષયોચિત્ત ચિત્ર સ્પર્ધા,ડિબેટ,ફોટોગ્રાફી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ. જેમાં યુનિવર્સિટી ખાતેની વિવિધ મહાવિદ્યાલયોમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. વધુમાં,અત્રેની મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓને જુદી-જુદી વનસ્પતિઓ અને વન્ય-જીવસૃષ્ટિ વિષે માહિતગાર કરવા હેતુ રાણીટુક વન-વિસ્તાર,દાંતીવાડા ખાતે ટ્રેકિંગ માટે લઈ ગયેલ. ટ્રેકિંગના અંતે વન-વિસ્તારની આસપાસ સફાઈ અભિયાન પણ હાથ ધારેલ.

       સંપૂર્ણ કાર્યક્ર્મનું આયોજન તેમજ સંચાલન આચાર્યશ્રી,ડૉ. જી. કે. સક્સેનાની રાહબરી હેઠળ શ્રી જે. આર. સામરીયા,શ્રી પી. ડી . ચાવડા,શ્રી પી. એમ. પટેલ અને મહાવિદ્યાલયની ટીમ દ્વારા કરવામાં આવેલ.  

Tags : ,