Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / વર્લ્ડ ફૂડ ડે ની ઉજવણી

વર્લ્ડ ફૂડ ડે ની ઉજવણી

  October 19,2019

સરદારકૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન જી. એન. પટેલ કોલેજ ઓફ  ડેરી ટેક્નોલોજી અને કોલેજ ઓફ ફૂડ ટેક્નોલોજી ના દ્વારા આજરોજ  તારીખ 16-10-2019 ના  વર્લ્ડ ફૂડ ડે ની ઉજવણી કરવામાં આવેલ. જે અંતર્ગત યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. આર.કે. પટેલ સાહેબ તથા વિવિધ કોલેજના ડીન- ડાયરેક્ટરશ્રીઓની ઉપસ્થિતિમાં ફૂડ સિક્યોરિટી અંગેની લોકોમાં  જાગૃગતા વધે તે માટે વિવિધ પ્રકારના બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. સદરહું કાર્યક્રમમાં વિશ્વ અન્ન દિવસની આ વર્ષની થિમ  “ Our actions are our future, healthy diet for the zero hunger world “  પર રીન્યુએબલ એંજીન્યરિંગ કોલેજ ના ડીન ડૉ. જી.કે. સક્સેના સાહેબે જ્ઞાન વર્ધક વ્યાખ્યાન આપેલ હતું. જેમાં અત્રેની મહાવિધ્યાલયના સર્વ  કર્મચારી અને વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો. વધુમાં આ કાર્યક્રમ અંતર્ગત અત્રેની યુનિવર્સિટિ ખાતે જુદી જુદી બંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિક  પરિવાર ના બાળકોને દૂધ,બિસ્કિટ તેમજ પૌસ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ હતું. અન્ય કાર્યક્રમમાં બંને મહાવિધ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા જૂથો બનાવી પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.

Tags : ,